Business

બસ આટલું કરો અને વોટ્સએપના તમામ લેટૅસ્ટ ફીચર્સ સૌથી પહેલા મેળવો

દિલ્હી: આજે મોબાઇલ ફોન અને એમાંય વોટ્સએપ આપણી દિનચર્યા(daily life)ના અભિન્ન ભાગ બની ગયા છે, આપણે આપણા પરિચિતો સાથે સંપર્ક(contact) જળવાય રહે એ માટે એપ પર નિર્ભર છીએ ત્યાં બીજી તરફ ઍપ પણ પોતાના યુઝર્સનું(users) ભરપૂર ધ્યાન રાખી રહી છે. મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ (WhatsApp) તેના વપરાશકર્તાઓને નવી સુવિધાઓ અને નવા ફીચર્સ(features) આપવા માટે સતત વિવિધ ફેરફારો કરી રહી છે. આ ફીચર્સ પહેલા બીટા(beta) ટેસ્ટિંગ માટે આવે છે, ત્યાર બાદ તેને સ્ટેબલ વર્ઝન(stable version) માટે રજૂ કરવામાં આવે છે. એટલે કે, બીટા ટેસ્ટરને પહેલા નવા ફીચર્સ અને નવા ફીચર્સનો ઉપયોગ કરવાની તક મળે છે. જો તમે પણ બીટા ટેસ્ટિંગમાં જોડાવા ઈચ્છો છો અને વોટ્સએપના નવા ફિચરનો ઉપયોગ કરનાર સૌપ્રથમ લોકોમાં સામેલ થવા ઈચ્છો છો, તો આ રિપોર્ટ તમારા માટે છે. આ રિપોર્ટમાં અમે તમને બીટા યુઝર બનવાની પ્રક્રિયા વિશે જણાવીશું.

સ્ટેપ 1:
સૌથી પહેલા તમારે તમારા એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વોટ્સએપ સર્ચ કરવાનું રહેશે. હવે વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી, પ્લે સ્ટોરના તે પેજની એકદમ નીચે જાઓ, ત્યાં તમને બીટા વપરાશકર્તા બનવાનો વિકલ્પ મળશે. અથવા બીટા ટેસ્ટર બનવા માટે અહીં ક્લિક કરવાનો વિકલ્પ દેખાશે.

સ્ટેપ 2:
હવે તમારે BECOME TESTER પર ક્લિક કરવું પડશે અને થોડીવાર રાહ જોવી પડશે. થોડા સમય પછી, “તમે આ એપ્લિકેશન માટે બીટા ટેસ્ટર છો” લખેલું દેખાશે.

સ્ટેપ 3:
હવે તમે બીટા વપરાશકર્તા છો. હવે સમયાંતરે તમારા વોટ્સએપને અપડેટ કરતા રહો. હવે જે પણ નવા ફિચર્સ આવશે એનો તમે શૌથી પહેલા લાભ ઉઠાવી શકશો. તમે જ્યારે ઇચ્છો ત્યારે બીટા યુઝર્સ ગ્રુપ પણ છોડી શકો છો.

બીટા ગ્રુપમાં જોડાવાની અન્ય રીત
વોટ્સએપના નવા ફીચર્સનો ઉપયોગ કરવાની બીજી રીત પણ છે. આ માટે તમારે વોટ્સએપનું બીટા વર્ઝન ડાઉનલોડ કરવું પડશે. એપ ડાઉનલોડ કર્યા પછી, Become a Beta Tester વિભાગ પર જાઓ, Im In બટન પર ટેપ કરો અને Join પર ક્લિક કરો. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારું વોટ્સએપ બીટા સંસ્કરણ પર અપડેટ કરવામાં આવશે.

આ બંને રીતે તમે બીટા વોટ્સએપના સમૂહનો ભાગ બની શકો છો અને વોટ્સએપ પર ભવિષ્યમાં આવનાર તમામ ફીચર્સનો સૌથી પહેલા ઉપયોગ કરી શકો છે.

Most Popular

To Top