Gujarat

જંત્રીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ, એપ્રિલની આ તારીખથી લાગુ થશે જંત્રીના નવા દર

ગાંધીનગર :રાજ્ય સરકારે તાજતરમાં જંત્રી દરમાં (Jantri Rate) કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. ગતરોજ મુખ્યમંત્રી (CM) કાર્યાલયમાં જંત્રી અંગે બિલ્ડરોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્ય વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે.

ગુજરાત સરકારે હાલમાં જ જંત્રીના દરમાં 12 વર્ષ બાદ સીધો 100 ટકાનો વધારો કર્યો હતો. સરકારના આ નિર્ણયના કારણે બિલડર એસોસિયએશનમાં નારાજગી જોવા મળી હતી. ત્યાર બાદ અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગમાં સચિવાલય ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા પહોંચ્યા હતા. સીએમ સાથેથી બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના કેટલાક સૂચનો અને પ્રશ્નનો રજૂ કર્યા હતા. ચર્ચા બાદ સીએમ પટેલે બિલ્ડર્સ અને લોકોને રાહત આપતો નિર્ણય લીધો હતો. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મોટો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે રાજ્યમાં તા. 04 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે.

રાતોરાત જંત્રી દરમાં વધારો કરતા બિલ્ડર્સ નારાજ થયા હતા
ગુજરાતમાં નવા જંત્રીના દરમાં રાતોરાત અમલી બનાવવાનો સરકારે 4 ફેબ્રુઆરીની સાંજે પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં રહેલી જોગવાઈ મુજબ રાજ્યમાં જંત્રીનો દર બમણો કરી દેવામાં આવ્યો હતો તેમજ આ દરને 5 ફેબ્રુઆરીથી જ અમલી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારના અચાનક લીધા નિર્ણય પર બિલ્ડર લોબીમાં રોષ સાથે અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે બાદ જંત્રીના કારણે બિલ્ડર એસોસિએશનમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યાર બાદ વિવિધ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે સોમવાર અને મંગળવાર ખાતે બેઠક પણ કરવામાં આવી હતી. જો કે બિલ્ડર્સની માગ અંગે વિચારણાં કરવા માટે મુખ્યમંત્રીએ બાંહેધરી આપી હતી. જો કે સીએમની બાંહધરી બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા શુક્રવારે ફરી બેઠક યોજવામાં આવી હતી. સુપ્રિટેન્ડેન્ટ સ્ટેમ્પ ડ્યુટી સાથે મુખ્યમંત્રીએ ગત રોજ બેઠક પણ કરી હતી અને જંત્રીના દર અંગે ચર્ચા વિચારણા કરી હતી.

શનિવારે વહેલી સવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં નવા જંત્રીના દર તારીખ 15 એપ્રિલ, 2023થી અમલી બનાવવામાં આવશે. તેમજ હાલ પૂરતા નવા દરનું અમલીકરણ મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની જાહેરાક કરવામાં આવી હતી.

Most Popular

To Top