World

ઇઝરાયેલે કર્યો આ મોટો દાવો, અલ શિફા હોસ્પિટલ હુમલા પર અમેરિકાએ કર્યો વિરોધ

નવી દિલ્હી: ઇઝરાયેલ હમાસ યુદ્ધ (Israel-Hamas war) વચ્ચે ગાઝાની(Gaza) અલ શિફા હોસ્પિટલ પર તાજેતરમાં થયેલા હુમલામાં 22 લોકો માર્યા ગયા હતા.  ઈઝરાયેલની સેનાએ હોસ્પિટલને (Hospital) ખાલી કરવાનો આદેશ આપ્યો છે પરંતુ હજુ પણ સેંકડો લોકો ત્યાં ફસાયેલા છે.  હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે જો હોસ્પિટલના જનરેટર માટે જલ્દીથી ઈંધણની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સારવારના અભાવે ઘણા નવજાત બાળકો સહિત અનેક લોકોના મોત થઈ શકે છે.  હવે અમેરિકાએ (America) પણ હોસ્પિટલ પર હુમલાનો વિરોધ કર્યો છે.  અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને અપીલ કરી છે કે હું આશા રાખું છું કે હોસ્પિટલો સામે પગલાં લેવામાં આવશે નહીં.  બિડેને કહ્યું કે હોસ્પિટલોનું રક્ષણ કરવું આવશ્યક છે.

આ ઘટના અંગે મેડિકલ ચેરિટી સંસ્થા ડોક્ટર્સ વિથાઉટ બોર્ડર્સના સર્જને જણાવ્યું હતું કે ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં સેંકડો લોકો ફસાયેલા છે અને અમાનવીય સ્થિતિમાં જીવવા માટે મજબૂર છે. ઈઝરાયેલનો આરોપ છે કે હમાસના આતંકવાદીઓએ અલ શિફા હોસ્પિટલમાં પોતાનું ઠેકાણું બનાવ્યું છે. જ્યારે હમાસ આ આરોપોને નકારે છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ અલ શિફા હોસ્પિટલ પર હુમલાની આકરી નિંદા કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે અલ શિફા હોસ્પિટલમાં લગભગ 2,300 દર્દીઓ, આરોગ્ય કર્મચારીઓ અને શરણાર્થીઓ રહે છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને પણ હોસ્પિટલમાં લડાઈનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમે દર્દીઓને સુરક્ષિત જોવા માંગીએ છીએ. સુલિવને ગાઝા પટ્ટીમાં લાંબા સમય સુધી યુદ્ધવિરામની અપીલ પણ કરી હતી જેથી ગાઝામાં ફસાયેલા લોકોને મદદ મળી શકે.

ઈઝરાયેલની સેનાએ હમાસના ટોચના કમાન્ડરને હવાઈ હુમલામાં માર્યો હોવાનો દાવો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્યો ગયેલ હમાસ કમાન્ડર અહેમદ સિયામ છે, જેણે ગાઝાની એક હોસ્પિટલમાં લગભગ 1000 લોકોને બંધક બનાવ્યા હતા. ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે સિયામ નાગરિકો અને દર્દીઓને હોસ્પિટલની બહાર જવા દેતો ન હતો. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે સિયામ ગાઝાની રેન્ટિસી હોસ્પિટલમાં પડાવ નાખ્યો હતો અને ઇઝરાયલી ચેતવણીઓ છતાં તે હોસ્પિટલમાં હાજર નાગરિકો અને દર્દીઓને દક્ષિણ ગાઝામાં સુરક્ષિત સ્થળોએ જવાની મંજૂરી આપી રહ્યો ન હતો.

ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા 200થી વધુ લોકોમાં એક નવ મહિનાનું બાળક પણ સામેલ છે.  ઈઝરાયેલની સેનાએ કહ્યું કે આ બાળકનું નામ કાફિર બિબાસ છે અને જ્યારે તેને હમાસના આતંકવાદીઓએ અપહરણ કર્યું ત્યારે તે 9 મહિનાનો હતો.હવે તે 10 મહિનાનો છે અને હજુ પણ હમાસની કેદમાં છે.  ઈઝરાયેલની સેનાએ કહ્યું કે હમાસે કાફિરના મોટા ભાઈ અને તેના માતા-પિતાને પણ બંધક બનાવી લીધા છે.

Most Popular

To Top