National

એરસ્ટ્રાઈક અને ફાયરીંગ બાદ મ્યાંમારના 2000 નાગરિકોએ ભારતમાં શરણ લીધી

નવી દિલ્હી: મ્યાંમારના ચીન રાજ્યમાં એરસ્ટ્રાઈક અને ફાયરીંગ બાદ પાછલા 24 કલાકમાં પડોશી દેશના 2000થીવધુ નાગિરકો આંતરરાષ્ટ્રીય સરહદના રસ્તે ભારતના મિઝોરમ રાજ્યમાં પ્રવેશ કર્યો છે. એક અધિકારીએ સોમવારે આ અંગે અધિકૃત માહિતી આપી.

મિઝોરમના ચમ્ફાઈ જિલ્લાના ડેપ્યુટી કમિશનર જેમ્સ લાલરિંચનાએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે રવિવારે સાંજે મ્યાંમારના સત્તારૂઢ જુંટા સમર્થિત સેના અને મિલિશિયા ગ્રુપના પીપુલ્સ ડિફેન્સ ફોર્સે વચ્ચે ભારે ગોળીબાર થયો.

તેમણે કહ્યું કે પીડીએફએ ભારતીય સરહદ પાસે સ્થિત મ્યાંમારના ચીન રાજ્યમાં ખાવમાવી અને રિહખાવદારમાં બે લશ્કરી ઠેકાણા પર હુમલો રક્યો ત્યાર બાદ લડાઈ શરૂ થઈ હતી. લાલરિંચને કહ્યું ખાવમાવી, રિહખાવદાર અને ચીનના પાડોશી ગામોના અંદાજિત 2000થી વધુ મ્યાંમારી નાગરિકો ફાયરીંગથી ડરીને ભારતીય સીમામાં પ્રવેશ કર્યો છે.

મિઝોરમના ચમ્ફાઈ જિલ્લામાં જોખાવથરમાં તેઓએ શરણ લીધી છે. જેમ્સ લાલરિંચનાએ કહ્યું કે, મ્યાંમારના રિહખાવદાર લશ્કરી ઠેકાણાઓને સોમવારે પીપુલ્સ ડિફેન્સ ફોર્સે પોતાના કબ્જામાં લઈ લીધા અને ખાવમાવી લશ્કરી ઠેકાણા પર પણ બપોર સુધીમાં નિયંત્રણ મેળવી લીધું હતું.

Most Popular

To Top