World

ઇઝરાયેલનો પલટવાર: હમાસની ગાઝા ઈસ્લામિક યુનિવર્સિટી બની કોંક્રીટનો ઢગલો

નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે હાલે યુધ્ધ(War) ચાલી રહ્યું છે આ પરિસ્થિતમાં હવે ઇઝરાયેલે હવે મોટા હુમલાની શરૂઆત કરી દીધી છે. જેથી પલટવાર સ્વરૂપે હમાસના ઈજનેરોને(Engineer) તાલીમ આપતી યુનિવર્સિટીને નષ્ટ કરી છે. ઈઝરાયેલની(Israel) વાયુસેનાનો દાવો છે કે આ ઈસ્લામિક યુનિવર્સિટી(University) હમાસના ઈજનેરોને(Engineer) તાલીમ(Education) આપવા માટેનો મુખ્ય આધાર હતી. વધુમાં ઇઝરાયેલી સેનાએ(Army) જણાવ્યું હતું કે તેના ફાઇટર વિમાનોએ(Fighter Jets) ગાઝા શહેર(Gaza City)માં રાતોરાત 200થી વધુ લક્ષ્યો(Aims) ઉપર હુમલો કર્યો હતો. દરમિયાન, આ યુદ્ધમાં બંને પક્ષોના મૃત્યુઆંક(Death Number) 3500ને પાર કરી ગયો છે. જ્યારે બંને તરફથી 10,000 લોકો ઘાયલ(Injured) થયા છે.

ઇઝરાયેલની વાયુસેનાએ તાજેતરની માહિતીમાં કહ્યું છે કે, તેના ફાઇટર જેટ્સે ગાઝામાં એક ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બમારો કર્યો છે. ઇઝરાયેલની વાયુસેનાએ દાવો કર્યો છે કે હમાસના એન્જિનિયરોને આ યુનિવર્સિટીમાં તાલીમ આપવામાં આવી હતી. સેનાએ કહ્યું છે કે એક ફાઇટર જેટે હાલમાં જ યુનિવર્સિટી કેમ્પસ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલ દાવો કરે છે કે આ યુનિવર્સિટી ગાઝા માટે રાજકીય અને લશ્કરી એકમ તરીકે કામ કરી રહી હતી. તાલીમ લીધા પછી, એન્જિનિયરો હમાસ માટે શસ્ત્રો બનાવતા હતા.

હમાસના આતંકીઓને બીજો મોટો ઝાટકો: યુનિવર્સિટી બાદ એડવાન્સ ડિટેક્શન સિસ્ટમ નષ્ટ
ગાઝા પટ્ટીમાં વિમાનો ઉપર નજર રાખવા માટે એડવાન્સ ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવ્યુ હતું. પરંતુ ઈઝરાયેલના ફાઈટર જેટ્સે આ સિસ્ટમ પર બોમ્બમારો કર્યો હતો. વર્ષોથી, હમાસ ગાઝામાં સતત ઉચ્ચ-ગુણવત્તાવાળા કેમેરા ગોઠવે છે. આ કેમેરા સોલાર પેનલની નીચે છુપાયેલા હતા. આની મદદથી હમાસ ઈઝરાયેલના વિમાનો ઉપર નજર રાખતા હતા.

હમાસના આતંકીઓને મોટો ફટકો પડ્યો છે. આતંકવાદી સંગઠને ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના ફાઈટર જેટ અને એરક્રાફ્ટ પર નજર રાખવા માટે અદ્યતન એડવાન્સ ડિટેક્શન સિસ્ટમ લગાવી હતી. એટલે કે એવી ટેક્નોલોજી કે જેની મદદથી તે ગાઝા ઉપરથી આવતા-જતા કોઈપણ પ્રકારના વિમાન ઉપર નજર રાખી શકાય છે. આ હેતુ માટે, હમાસે ગાઝા પટ્ટીમાં ઘણી ઇમારતોની છત પર ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા લગાવ્યા હતા. આ કેમેરા સૌર પેનલની નીચે છુપાયેલા હતા, જેથી તે દેખાઈ ન શકે. તેમજ ડ્રોન, પ્લેન કે સેટેલાઇટ દ્વારા પણ તેને શોધવા અશક્ય હતા. પરંતુ ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે હમાસનું આ ટ્રેકિંગ નેટવર્ક ખરાબ રીતે નાશ પામ્યું છે.

Most Popular

To Top