SURAT

યુપીના એજન્ટ મારફતે દુબઇ ગયેલા સુરતના વેલ્ડરની આપવીતી: રૂમમાં ગોંધી માર મરાયો અને..

સુરત: યુપી (UP) ગોરખપુરના એજન્ટ મારફતે દુબઇ (Dubai) કામની શોધમાં ગયેલા સુરતના (Surat) વેલડરને રૂમમાં ગોંધી માર મારી વ્યાતનાઓ અપાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ રૂપિયા વગર ભારત (India) પરત ફરેલા યુવકની વ્યથા સાંભળી ડોક્ટરો પણ ચોંકી ગયા છે. પીડિત મકબુલ આલમ વાજીદ અલીએ જણાવ્યું હતું કે પત્નીના દાગીના ગીરવી મૂકી વિદેશ કામ કરવા ગયો હતો. 1.50 લાખ પણ ગુમાવ્યા અને 20 દિવસ વ્યાતનાઓ પણ વેઠી, રૂમમાં ગોંધીને માર પણ ખાધો, કાને સંભળાતું પણ બંધ થઈ ગયું, બસ હવે ન્યાય મળે એ માટે પોલીસમાં (Police) ફરિયાદ કરવામાં આવી છે.

મકબુલ આલમ વાજીદ અલી ઉ.વ. 39 (રહે વરિયાળી બજાર ઘાસતીપુરા) એ જણાવ્યું હતું કે તેઓ મૂળ યુપીના ગોરખપુરના રહેવાસી છે. પત્ની બે બાળકો સાથે સુરતમાં રહીને વેલડીગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દુબઇ કામ માટે મોકલતા એજન્ટનો સંપર્ક થયો હતો. ગોરખપુર ગયા બાદ એજન્ટ ને રૂબરૂ મળવાનું પણ થયું હતું. કંપનીમાં નોકરી સાથે 1.50 લાખ ફી પણ જાણી લીધી હતી. સુરત આવ્યા બાદ પરિવારની સંમતિથી દુબઇ કામ માટે જવાનું નક્કી કર્યું હતું. એજન્ટ સાથે વાત કરી ને 30 હજાર Paytm કરી એજન્ટને મોકલ્યા હતા. ત્યારબાદ રૂબરૂ મળી ને પાસપોર્ટ સહિતના તમામ પેપર આપી 1.20 લાખ રોકડમાં આપ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે 19 સપ્ટેમબર ના રોજ અમદાવાદ થી દુબઈની ફ્લાઇટ પકડી દુબઇ પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિ અમને કંપનીમાં લઈ ગયા હતા. જ્યાં અમારા અનુભવ વગરનું કામ આપતા હું ફેઈલ થઈ ગયો હતો. ત્યારબાદ દુબઈ ના માણસે હેલ્પર તરીકે કામ મળી જશે એમ કહી રૂમ પર લઈ ગયો હતો. જ્યાં રૂમમાં બધા જ કામ કરાવી ગંદી ગાળો પણ ખાવી પડી હતી. ધમકી આપવામાં આવતી હતી. બીજા દિવસે શાહજહા લઈ જવાયો હતો. જ્યા પણ પસંદગીનું કામ નહીં આપી અનુભવ વગરનું કામ મળતા ફેઈલ કરી દેવાયો હતો. બસ પછી મેં રડતા રડતા કહ્યું મારે કામ નથી કરવું મારે ભારત જવું છે. મારી રિટર્ન ટિકિટ પણ કેન્સલ થઈ ગઈ હતી. ખિસ્સા ખર્ચીના રૂપિયા પણ ખલાસ થઈ ગયા હતા. કોઈ સાંભળવા વાળું ન હતું. 20 દિવસ સુધી સતત વ્યાતનાઓ વેઠી 9 ઓક્ટોબરે પરત ભારત મુંબઈ ઉતર્યો ત્યારે જીવમાં જીવ આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, સુરત પરત આવ્યા બાદ માનસિક તણાવ મુક્ત થતાની સાથે જ યુપી ગોરખપુર એજન્ટને ફોન કરી તમામ વ્યથાઓ કહી તો પણ કોઈ ફરક નહિ પડ્યો આખરે ન્યાય માટે સિવિલ સર્ટી લેવા સિવિલ આવ્યો હતો. દુબઈમાં રૂમ ગોંધીને માર મરાયા બાદ કાને સંભળાતું બંધ થઈ ગયું હતુ. હવે સારવાર અને સર્ટી લીધા બાદ પોલીસમાં ફરિયાદ કરાવી ન્યાયની અપીલ કરીશ અને ગોરખપુરના એજન્ટ વિરુદ્ધ કડક પગલાં ભરાય એવી માંગ કરીશ.

Most Popular

To Top