Entertainment

‘ઇશ્કબાજ’ મૃણાલ આખરે પરણી ગઇ

ફિલ્મ અને ટી.વી. ક્ષેત્રે ફિલ્મો અને ટી.વી. સિરીયલો તો બન્યા કરે છે પણ એ ક્ષેત્રના કળાકારોનો અંગત જીવનમાં પણ ઘણું બનતું રહે છે. તેમાંય યુવાની હોય તો એકથી વધુ સાથે રોમાન્સ થવો એકદમ સહજ હોય છે. યુવાની છે જ એવી કે કોઇને ડાહ્યા રહેવા દેતી નથી. હમણાં મૃણાલ દેશરાજે પોતાનાથી ૧૦ વર્ષ નાના આસિમ મથન સાથે લગ્ન કર્યા છે, જે હેલ્થકેર સાથે જોડાયેલો છે. તે ઘણા વખતથી આસિમને ડેટ કરતી જ હતી અને કહે છે કે આ વખતે પહેલી ડેટ વખતે જ તેણે આસિમને લગ્ન માટે પ્રપોઝ કરેલું અને આસિમ પણ તૈયાર થઇ ગયો. ડેટિંગના ચોથા જ મહિને તેઓ પરણી ગયા છે.

‘ઇશ્કબાજ’ સિરીયલ વડે ખૂબ જાણીતી મૃણાલ આ પહેલાં ૪-૫ રિલેશનમાં રહી ચુકી છે એટલે આ વખતે લવ પહેલાં મેરેજને ફાઇનલ કરવા માંગતી હતી. મૃણાલના ફેમિલીએ પણ કહેલું કે જો તમે એકબીજાના પ્રેમમાં હો તો પરણી જજો. અગાઉ ડેટિંગ પછી લગ્ન સુધી મામલો ગયો નહોતો એટલે તેના ઘરના લોકો ચિંતામાં હતા કે ફરી બ્રેકઅપ થાય તે પહેલાં લગ્ન થવા જોઇએ. જોકે તે તેના પતિથી ૧૦ વર્ષ મોટી છે એટલે આસિમના ઘરવાળા આ લગ્ન માટે તૈયાર ન હતા પણ પછી તેમણે જોયું કે બેઉ વચ્ચે પ્રેમ છે તો ભલે પરણી જતા. અસિમ ૩૪ વર્ષનો છે અને મૃણાલ ૪૩ વર્ષનીછે. બંનેએ કોર્ટમાં જઇને લગ્ન કર્યા છે. અને આ વાત સાવ અત્યારની નથી. બે મહિના પહેલાની છે.

મૃણાલને લોકો ‘કહીં તો હોગા’ ટી.વી. સિરીયલથી જાણે છે જેમાં તે શિપ્રા અરોરાના પાત્રમાં હતી. પણ ‘ઇશ્કબાજ’માં જહાન્વી તેજસીંઘ ઓબેરોય તરીકે તે વધુ જાણીતી થઇ હતી. પણ તેની અન્ય સિરીયલોમાં ‘વિવાહ’, ‘અદાલત’, ‘નાગિન’ પણ છે. ‘રનવે: લવ એમોગ ગન શોટ્‌સ’ ફિલ્મમાં પણ તે આવી હતી જેમાં તુલીપ જોશી, લકી અલી, શરત સકસેના વગેરે હતા. બાવીસેક વર્ષ પહેલાં તેણે ‘ડો. મુકતા’ ટી.વી. સિરીયલથી શરૂઆત કરેલી. જે રમેશ તલવારના દિગ્દર્શનમાં બનેલી અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતી. મૂળ એ નાટક પરથી બની હતી. ‘બા રિટાયર થાય છે’ પરથી. મૃણાલ આ પહેલાં પ્રેમમાં ચારેક વાર ખત્તા ખાય ચુકી હતી (વાંક બન્નેનોજ હોય.) પણ હવે તે ઇશ્કબાજ રહેવા માંગતી નહોતી.

Most Popular

To Top