Sports

IND Vs AUS TEST : ભારતની ઐતિહાસિક જીત : ઘાયલ યોદ્ધાઓ સાથે જાણે કોઈ જંગ જીતી લીધી

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ કોઈ યુદ્ધથી ઓછી ન હતી. ભારત પાસે 328 રનનો લક્ષ્યાંક (TARGET) હતો જે તેણે છ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ભારત તરફથી શુભમન ગિલે 91, રીષભ પંતે અણનમ 89 અને ચેતેશ્વર પૂજારાએ 56 રન બનાવ્યા. ગાબા મેદાન પર છેલ્લા 32 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની આ પહેલી હાર છે, જ્યારે ભારતે અહીં પહેલી જીત નોંધાવી છે.

ભારતનો બાહુબલી ચેતેશ્વર પુજારા
મહત્વની વાત છે કે ટીમ ઈન્ડિયાના અડધાથી વધારે ખેલાડીઓ ઘાયલ છે છતાં ટીમે પોતાની જંગ શરૂ રાખી હતી. અને પોતાની યંગ ટીમ લઈને મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમનો સંઘર્ષ આખરે રંગ લાવ્યો છે. ટીમ ઇન્ડિયાના બેટ્સમેન (BATSMAN) ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટના પાંચમા દિવસે સંયમ સાથે બેટિંગ કરી છે. ઓસ્ટ્રેલિયાના બોલરોએ તેને ટૂંકા બોલથી નિશાન બનાવ્યો પરંતુ તે ખચકાયો નહીં અને એક યોદ્ધા (WARRIOR)ની જેમ તેનો સામનો કરતો રહ્યો. કેટલાક બોલ તેના શરીર પર અને કેટલાક તેના હાથ પર વાગતા રહ્યા હતા.

ભારતીય ટીમનો ઓપનર રોહિત શર્મા (ROHIT SHARMA) વ્હેલો આઉટ થયો હતો. આ પછી પુજારાએ શુબમન ગિલ (SHUBMAN GILL) સાથે મળીને ભારતીય ટીમ (INDIAN TEAM)નો સ્કોર આગળ વધાર્યો. એક બે નહીં કુલ ત્રણ વાર ઓસ્ટ્રેલિયાના બોલરોએ પુજારાને ઘાયલ કર્યો. જ્યારે પૂજારા એક છેડે સ્થિર રહ્યો હતો, ત્યારે ગિલ આક્રમક રીતે બેટિંગ કરતો રહ્યો. બંનેએ બીજી વિકેટ માટે 114 રનનો ઉમેરો કર્યો. ગિલ કમનસીબ રહ્યો અને 91 રન બનાવીને સિંહનો શિકાર બન્યો.

રીષભ પંત સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનારો ભારતીય વિકેટકીપર
મેચના છેલ્લાં દિવસે જીત માટે 328 રનની પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાનો જુસ્સો કાબિલે તારીફ છે. ગીલની વાત હોય કે પુજારા (Cheteshwar Pujara) ની દરેક ખેલાડીઓએ ઉમદા રમત દર્શાવી. ભારતીય યુવા ખેલાડી રીષભ પંત ( RISHUBH PANT ) એ ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેન ટેસ્ટના પાંચમા અને બીજી ઇનિંગના અંતિમ દિવસે 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે. પંત એક હજાર ટેસ્ટ રન બનાવનારો સૌથી ઝડપી ભારતીય વિકેટકીપર બન્યો છે.

PM MODI એ પણ કર્યા વખાણ
ભારતીય ક્રિકેટ ટીમની આ જંગી જીતથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા હતા અને કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતા (VICTORY)થી આપણે બધા ખુશ છીએ. તેમની નોંધપાત્ર ઉર્જા (ENERGY) અને જુસ્સો સમગ્ર વિશ્વમાં દેખાઈ રહ્યો હતો. તેથી તેમનો ઉત્સાહપૂર્ણ હેતુ, કઠોરતા અને નિશ્ચય નોંધપાત્ર હતો. ટીમને અભિનંદન! તમારા ભાવિ પ્રયત્નો માટે શુભેચ્છાઓ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top