National

વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની આગામી બેઠક આ તારીખે યોજાશે, શિવસેના કરશે નેતૃત્વ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Loksabha election 2024) માં કેન્દ્રમાં શાસન કરી રહી નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વવાળી સરકાર ને હરાવવા માટેની યોજના પર વિયાર-વિમર્શ કરવા માટે વિપક્ષી ગઠબંધન (Opposition Parties) I.N.D.I.A ની (INDIA) આગામી બેઠક મુંબઇમાં (Mumbai) થશે. મળતી માહિતી મુજબ આ બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઇના ગ્રાન્ડ હયાત હોટલમાં થવાની છે. જો કે આ બેઠકનું નેતૃત્વ શિવસેના દ્વારા કરવામાં આવશે. આટલું જ નહિ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે 31 ઓગસ્ટની સાંજે ગઠબંધનના નેતાઓ માટે રાત્રિભોજનનું આયોજન પણ કરવાના છે.

તે જ સમયે મુંબઈના નહેરુ સેન્ટરમાં મહાવિકાસ અઘાડીમાં સામેલ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણેય પક્ષોના ટોચના નેતાઓએ પણ હાજરી આપી હતી. શરદ પવાર, સુપ્રિયા સુલે, રોહિત પવાર, જયંત પાટીલ, રાજેશ ટોપે, એનસીપી તરફથી અનિલ દેશમુખ અને શિવસેના (યુબીટી) તરફથી ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, સુભાષ દેસાઈ અને અનિલ દેસાઈએ બેઠકમાં હાજરી આપી હતી. બીજી તરફ કોંગ્રેસ તરફથી આ બેઠકમાં નાના પટોલે, અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ, બાળાસાહેબ થોરાટ, વિજય વડેટ્ટીવાર હાજર રહ્યા હતા.

મળતી માહિતી મુજબ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A દ્વારા આ બેઠક મુંબઈમાં યોજાશે. તૈયારીઓને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિપક્ષી ગઠબંધનની આગામી બેઠકની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાશે તેવું નક્કી કરાયું હતું. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે 31 ઓગસ્ટની રાત્રે મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ માટે ડિનરનું આયોજન કરશે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે બેઠક બાદ આ માહિતી આપી હતી.

સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંબઈમાં ઈન્ડિયા એલાયન્સની બેઠકનું આયોજન કરશે. કોંગ્રેસ અને એનસીપી (પવાર જૂથ) આમાં અમને સહકાર આપશે. તેમણે કહ્યું કે ઘણી સભાઓમાં ઘણા વીઆઈપી આવશે. અમે સરકાર સાથે ચર્ચા કરીશું અને સહયોગ માંગીશું. રાઉતે જણાવ્યું કે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી બેઠક શરૂ થશે. બેઠક પૂરી થયા બાદ સાંજે પ્રેસ કોન્ફરન્સ થશે. જેમાં તમામને જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી છે.

Most Popular

To Top