Gujarat

ભારતનું પહેલું બુલેટ ટ્રેનનું સ્ટેશન અમદાવાદમાં બનીને તૈયાર, રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

અમદાવાદ: ભારતનું (India) પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન (Bullet Train Station) અમદાવદમાં (Ahmedabad) બનીને તૈયાર થઇ ગયું છે. આ સાબરમતીમાં (Sabarmati) તૈયાર થયેલા બુલેટ ટ્રેન ટર્મિનલની ભવ્યતા દર્શાવતો વીડિયો રેલમંત્રી (Railway Minister) અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) ગુરુવારે શેર કર્યો હતો. જો કે અમદાવાદમાં સાબરમતીમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવ્યો છે. જેમાં બુલેટ ટ્રેન સ્ટેશનની સાથે અનેય મેટ્રો, ટ્રેનમ બસની સુવિધાઓ પણ મેળવી શકાશે. રેલમંત્રી દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરનું અંતર કાપશે. આ અંતર માત્ર 2 કલાકમાં કાપવામાં આવશે. આ રૂટ પર 12 રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે જે બુલેટ ટ્રેનનો રૂટ બનાવવામાં આવી રહ્યો છે તે મોટા ભાગના સ્થળોએ એલિવેટેડ હશે અને તેનો લગભગ 7 કિલોમીટર મુંબઈમાં દરિયાની નીચેથી પસાર થશે.

રેલવે મંત્રી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં બુલેટ ટ્રેન ટર્મિનલની અદ્ભુત ઝલક દેખાઇ રહી છે. વીડિયો ટ્વીટ કરીને રેલવે મંત્રીએ લખ્યું કે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેનનું ટર્મિનલ! સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ, અમદાવાદ.’ આ વિડિયોમાં આંખો અંજાઇ જાય એવી મનમોહક ઝલક રજૂ થઇ રહી છે. એટલું જ નહિ VIDEO એક ટર્મિનલ બતાવે છે જે આધુનિક આર્કિટેક્ચર અને ભારતના સાંસ્કૃતિક વારસાનો સમન્વય દર્શાવે છે.

ભારતમાં સૌથી પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. સાબરમતીથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે. એટલે કે ટ્રેનની મહત્તમ સ્પીડ 350 કિમી પ્રતિ કલાકની રહેશે. બુલેટ ટ્રેનના કારણે મુસાફરોનો ઘણો સમય પણ બચશે કારણ કે માત્ર બે કલાક અને સાત મિનિટમાં આ ટ્રેન મુંબઈ પહોંચી જશે. તમને જણાવી દઇએ કે આ યોજનામાં ભારત સરકાર દ્વારા કુલ એક લાખ આઠ હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે જેમાંથી 81 ટકા રકમ જાપાન સરકાર દ્વારા ઋણ આપવામાં આવી રહ્યું છે. તેમજ ભારત સરકારે 50 વર્ષમાં આ પૈસા જાપાનને પરત ચૂકવવાના રહેશે.

Most Popular

To Top