Sports

IND W vs AUS W: ભારતીય મહિલા ટીમના કારમા પરાજય સાથે ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં વ્હાઇટવોશ કર્યો

મુંબઈ: ઓસ્ટ્રેલિયાની (Australia) મહિલા ક્રિકેટ ટીમ (Women Cricket Team) હાલ ભારતના (India) પ્રવાસે છે. બંને ટીમો વચ્ચેના પ્રવાસની શરૂઆત ટેસ્ટ મેચથી થઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. પરંતુ ભારતીય મહિલા ટીમને વનડે શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણીમાં 3-0થી હરાવ્યું છે. શ્રેણીની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 190 રનથી જીત મેળવી હતી.

  • ફોબી લિચફિલ્ડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 338 રનનો વિક્રમી સ્કોર બનાવ્યો
  • જ્યોર્જિયા વેરહેમની આગેવાનીમાં ઓસ્ટ્રે્લિયન બોલરોએ ભારતનો 148 રનમાં વિંટો વાળ્યો

આજે મંગળવારે અહીં રમાયેલી ત્રીજી વન ડેમાં ફોબી લિચફિલ્ડની સદી તેમજ એલિસા હિલી સાથેની પ્રથમ વિકેટની વિક્રમી શતકીય ભાગીદારીની મદદથી 7 વિકેટે 338 રનનો સ્કોર બનાવ્યો હતો જે ભારત સામે વન ડેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો, જ્યોર્જિયા વેરહામની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન બોલરોએ ભારતીય ટીમનો માત્ર 148 રનમાં વિંટો વાળતા ઓસ્ટ્રેલિયન ટીમે 190 રનથી મેચ જીતવાની સાથે સીરિઝમાં ભારતીય ટીમને 3-0થી વ્હાઇટવોશ કરી હતી.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 338 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. લિચફિલ્ડે 125 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 119 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે હીલીએ 85 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 189 રન ઉમેર્યા જે ભારતની કોઈપણ વિરોધી ટીમ દ્વારા કોઈપણ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારી છે. જવાબમાં ભારતીય ટીમ 32.4 ઓવરમાં 148 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

Most Popular

To Top