SURAT

સુરતમાં વિકૃત ઈસમોએ આખલાને કુહાડી મારી, ત્રણ દિવસ સુધી કુહાડી સાથે આખલો ફરતો રહ્યો

સુરત : (Surat) દસ વર્ષના આખલાને (Bull) પૂછડીની ઉપરના ભાગે કૂહાડી (Ax) મારીને ઇજાગ્રસ્ત કરનાર સામે એક ગૌરક્ષકએ પોલીસમાં ફરિયાદ (Police Complaint) આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઈચ્છાપોરના મોરા ગામ પાસે 10 વર્ષનો એક આખલો છેલ્લા બે-ત્રણ દિવસથી ઈજાગ્રસ્ત હાલતમાં ફરતો હતો. આખલાને પૂંછડી ઉપરના ભાગે કુહાડી મારવામાં આવી હતી. આ કૂહાડી આખલાના શરીરમાં જ જોવા મળી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. આ આખલાને મોરા ગામમાં રહેતા ગૌરક્ષક શશીભાઇ કેશવભાઈ આહિરે તબેલામાં રાખ્યો હતો. આ ઉપરાંત આખલાને કુહાડી મરનાર અજાણ્યાની સામે પોલીસમાં ફરિયાદ પણ આપી હતી. પોલીસે ભારતીય લાગણી દુભાય તે પ્રમાણેની ફરિયાદ લઈને આખલાને કુહાડી મારનાર ઇસમને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઇચ્છાપોરમાં 10 વર્ષના આખલાની પુંછતી કુહાડીથી કાપી નાંખનાર સામે ફરિયાદ
સુરત : ઇચ્છાપોર વિસ્તારમાં 10 વર્ષના આખલાની પુંછડીને કુહાડી વડે કાપી નાંખવામાં આવતા અજાણ્યા સામે ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી ઇચ્છાપોર વિસ્તારમાં એક 10 વર્ષનો આખલો ફરી રહ્યો હતો. આ આખલાની પુંછડી કાપી નાંખવામાં આવી હતી. આંખલાને કુહાડી મારીને તેની પુંછ કાપી નાંખવામાં આવતા ઇચ્છાપોરના મોરા ગામમાં રહેતા વિજયભાઇ ઉર્ફે શશી કેશવભાઇ આહિરે ઇચ્છાપોર પોલીસમાં અજાણ્યાની સામે ભારતીય લોકોની લાગણી દુભાય તે અંગે ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે આ અગાઉ પણ હજીરા વિસ્તારમાં ગાય, બળદ પર એસિડ ફેંકવાની ઘટનાઓ સામે આવી છે. અહીં કેટલાંક ટીખળખોરો દ્વારા અવારનવાર મૂક પશુઓ પર હુમલા કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. ભૂતકાળમાં પણ પશુપ્રેમીઓ દ્વારા આ બાબતે સુરત શહેરના પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા ગાય, બળદ જેવા મૂક પશુઓની રક્ષા માટે કોઈ સચોટ પગલાં લેવામાં નહીં આવતા હોય અહીં અવારનવાર પશુઓ પર હુમલા થઈ રહ્યાં છે. જેના લીધે પશુપ્રેમીઓની લાગણી ઘવાઈ છે.

Most Popular

To Top