Dakshin Gujarat

VIRAL VIDEO: જંબુસરમાં પ્રેમની તાલિબાની સજા, પ્રેમીને જાહેરમાં નગ્ન કરી પ્રેમિકાના પરિવારે માર્યો

ભરૂચ: જંબુસરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકને તાલીબાની સજા આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાના પરિવારે પ્રેમી યુવકને જાહેરમાં નગ્ન કરી ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને જંબુસરની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની ફરજ પડી છે. ઘટના સંદર્ભે જંબુસર પોલીસ સ્ટેશનમાં કુલ 8 લોકો સામે યુવાનને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાની ગંભીરતા પારખી બનાવની તાપસ ભરૂચ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસસી એસટી સેલને સોંપવામાં આવી છે. આખી ઘટનાનો એક વિડીયો પણ વાઇરલ થયો છે.

  • પ્રેમીકાના પરિવારજનો ઘાતક હથિયારો લઈ પ્રેમી યુવક પર તૂટી પડ્યાં
  • નગ્ન કરી ઢોર મારવામાં પ્રેમીને ગંભીર ઈજા, સારવાર માટે વડોદરા ખસેડાયો
  • ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી, 8 સામે ગુનો નોંધાયો

ઘટનાની જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વિજય વાઘેલાની પુત્રી સાથે હુમલાનો ભોગ બનનાર યોગેશ વસાવાનો પ્રેમ સબંધ હતો. આ સંબંધ અમીષાના પરિવારને સ્વીકાર્ય ન હતો. યોગેશને પરિવારની દીકરીથી દૂર કરવા 8 આરોપીઓએ ઘાતક હથિયારો સાથે પ્રેમી યોગેશ વસાવા પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લોખંડની પાઈપ તેમજ લાકડીઓ વડે યોગેશને ઢોર માર માર્યો હતો. જમીન પર ફેંકી નગ્ન કરી તેને માર્યો હતો. આ હુમલામાં નાની મોટી ફ્રેક્ચર સહિતની ઈજાઓ યોગેશને થઈ હતી. પ્રેમી યુવક યોગેશને નગ્ન કરી ઢોર માર મારવામાં આવી રહ્યો હોવાનો સ્થાનિક રહીશોએ વિડીયો ઉતારી લીધો હતો જે વાઇરલ થયો છે. હુમલાના પગલે ઈજાગ્રસ્ત યોગેશ વસાવાને જંબુસરની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની ફરજ પડી છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

ઘટનાની ગંભીરતા પારખી બનાવની તપાસ ભરૂચ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસસી એસટી સેલ આર આર સરવૈયાને સોંપવામાં આવી છે. જંબુસર પોલીસે યોગેશભાઈ કાલુભાઈ વસાવા (ઉંમર 23 વર્ષ રહે-વહેલમ ) જંબુસર પોલીસમાં ફરિયાદ આપતા સતિષભાઈ સુરેશભાઈ માળી, મહેશ ઈશ્વર માળી, વિજય પુંજાભાઈ વાઘેલા, વિજયભાઈના જમાઈ કમલેશ, મહેશભાઈની પત્નિ, રિકલબેન મહેશભાઈ માળી, જયાબેન કમલેશભાઈ માળી તથા સુરેશભાઈ વાધેલા વિરુદ્ધ ઈ.પી.કો કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૫, ૩૨૩, પ૦૪, ૫૦૬(ર) તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top