Dakshin Gujarat

દાદરા નગર હવેલીમાં JDUના 15 સભ્યોએ પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો

દાદરા નગર હવેલી: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને સત્તાપલટ થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દેશમાં રાષ્ટ્રય કક્ષાની રાજનીતિમાં બિહાર વિધાનસભામાં JDUએ ભાજપ (BJP) સાથે છેડો ફાડી RJD સાથે ગંઠબંધનની સરકાર બનાવી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. ગુજરાતના દાદરા નગર હવેલીમાં રાજનિતિ ઉલટી પડતી જોવા મળી રહી છે, દાદરા નગર હવેલી જિલ્લાના પંચાયતના JDUના 17 સભ્યોમાંથી 15 સભ્યોએ સામુહિક પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા છે. તેથી હવે દાદરા વદક હવેલીની જિલ્લા પંચાયતના કુલ 20 સભ્યોમાંથી 18 સભ્યો સાથે ભાજપ સત્તામાં આવશે. પક્ષ પલટાના કારણે દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયતમાં JDUએ સત્તા ગુમાવી પડી હતી.

દાદરા નગર હવેલીમાં 2 વર્ષ પહેલા યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 20 બેઠક પૈકી 17 બઠક પર JDUના ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મા6 3 બેઠક પર જ ભાજપના ઉમેદવારોને પસંદગી કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે વર્ષમાં લોકોના સુખાકારીના કામો ન થતા કેન્દ્રના JDUના નેતાઓ સામે જિલ્લા પંચાયતના સભ્યોમાં ભારે નારજગી જોવા મળી હતી અને જેના કારણે JDUના 15 સભ્યો ભાજપમાં જોડાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી દાદરા નગર હવેલીમાં રાજકીય હલચલ ચાલી રહી હતી. જેમા JDUના જીલ્લા પંચાયત અને પાલિકાના સભ્યોને ભાજપામા જોડવાની રાજનિતી ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની કુલ 20 બેઠક માંથી માત્ર 3 જ સીટ ભાજપ પાસે હતી જ્યારે JDU પાસે 17 સ્ભ્યોની સીટ હતી. જેમાંથી હાલમાં જિલ્લા પંચાયતના 15 સભ્યોએ ભાજપા સંગઠનને સમર્થન આપી JDUમાંથી રાજીનામુ આપ્યુ છે. જેઓ દ્વારા દાનહ કલેક્ટરને લેખિત પત્ર પણ સોપવામા આવ્યો હતો.

અટલભવન સેલવાસ ખાતે JDUના 15 સભ્યોને ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેસના હસ્તે ખેશ પહેરાવી ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. હાલમાં સેલવાસ નગરપાલિકામાં ભાજપની સત્તા છે અને હવે દાદરા નગર હવેલી જીલ્લા પંચાયતના જેડીયુના 15 સભ્યો સામેલ થતા જીલ્લા પંચાયતમાં પણ ભાજપ પાસે 18 બેઠક થઈ હતી. તેથી હવે દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયત ખાતે ભગવો લહેરાશે. કહી શકાય કે પ્રદેશમાંથી JDU પાર્ટીનો અંત આવ્યો છે.

જેડીયુના પ્રદેશ પ્રમુખ ધર્મેશ ચૌહાણે JDUના રાષ્ટ્રીય ગઠબંધનથી નારજ થઈ BJPમાં જોડાવવાની વાત કહી હતી. તેમણે જણાવ્યુ હતું કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમા સંયુક્ત જનતા દળે (JDU) ભાજપાનો (BJP) સાથ છોડી દીધો છે. ભ્રષ્ટઅને પરિવારવાદી પાર્ટી એવી રાષ્ટ્રીય જનતા પાર્ટીને (RJD)સમર્થન આપ્યું છે. આ નિર્ણય વિરુદ્ધ દાદરા નગર હવેલી જીલ્લા પંચાયત સભ્યોએ જનતા દળને છોડવાનો નિર્ણય લીધો છે. જનતા દળનો કેન્દ્રીય નેતૃત્વનો આ ફેંસલો જનતાદ્રોહી છે જનમતનો વિશ્વાસઘાત કરવાવાળો છે જેથી અમે સંયુક્ત જનતા દળને છોડવાનો નિર્ણય લીધો છે.

Most Popular

To Top