Madhya Gujarat

દાહોદ તાલુકાના ફતેપુરામાં આવાસ માટે ફાળવાયેલી જમીનમાં ગેરકાયદે બાંધકામ

દાહોદ: ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પોલીસ સ્ટેશન રોડ પર રોડને અડીને આવેલ જમીન ઘરવિહોણા ઈસમને મકાનના બાંધકામ માટે જમીનની ફાળવણી કરવામાં આવેલ હતી પરંતુ મકાન બાંધકામ નહીં કરી મકાનના બાંધકામ માટે મળેલ જમીન પર દુકાનનું બાંધકામ કરી કોમર્શિયલ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવતા આ ચાર દુકાનોને ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા બે દિવસ અગાઉ સીલ મારી દેવામાં આવી હતી.

દુકાનના માલિકોને ખબર પડતાં અનઅધિકૃત રીતે પરવાનગી વગર ચાર દુકાનો પેકી બે દુકાનો નું સીલ તોડીને પ્રવેશ કરી દુકાનો પર કબજો જમાવી દેતા જેની જાણ ગ્રામ પંચાયતના સત્તાધીશોને થતા અનઅધિકૃત રીતે પરવાનગી વગર સીલ તોડી ને દુકાનોમાં ભરાઈ ગયેલા માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી.

ઉપરાંત આઈ.જી. ગોધરા જિલ્લા કલેકટર દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ પ્રાંત અધિકારી ઝાલોદ ડીવાયએસપી ઝાલોદ સી.પી.આઈ. ઝાલોદ મામલતદાર ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા ને કાર્યવાહી કરવા માટે લેખિતમાં જાણ કરેલ હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top