Sports

જો ઝિમ્બાબ્વે ભારતને હરાવે તો…પાકિસ્તાની અભિનેત્રીએ મૂકી આવી ઓફર

નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) અને ક્રિકેટ (cricket) જગત વચ્ચેના અરસપરસ સબંધોથી બધા જ વાકેફ છે આમ પણ ક્રિકેટ અને ફિલ્મ જગતનો સંબંધ ઘણો જૂનો છે. ઘણીવાર ફિલ્મ સ્ટાર્સ (Film starts) અને ક્રિકેટર્સના (Cricketers) નામ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તાજેતરમાં જ જ્યારે ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) અને ઋષભ પંતના (Rishabh Pant) સંબંધોની ચર્ચા પૂરજોરમાં હતી ત્યારે હવે એક પાકિસ્તાની અભિનેત્રીએ (Pakistani Actress) પણ પોતાનું નામ ક્રિકેટ સાથે જોડ્યું છે. હકીકતમાં પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ (Sehar Shinwari) આગામી ભારત-ઝિમ્બાબ્વે (India v/s Zimbabwe) T20 મેચ વિશે ટ્વિટ (twit) કર્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ઝિમ્બાબ્વે માટે મૂકી આવી ઓફર
પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું કે જો ઝિમ્બાબ્વે ભારતને ‘ચમત્કારિક રીતે’ હરાવી દેશે તો તે ઝિમ્બાબ્વેના પુરુષ સાથે લગ્ન કરશે. રવિવારે એટલે કે 6 નવેમ્બરે T20 વર્લ્ડ કપ અંતર્ગત બંને ટીમો સામસામે ટકરાશે. બાંગ્લાદેશ સામેની ભારતની મેચ દરમિયાન પણ સેહર સતત ટ્વિટ કરીને ઇચ્છતી હતી કે ભારત મેચ હારી જાય. હવે તેની એક નવી ટ્વીટ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આટલું જ નહીં, ભારત વિરુદ્ધ કરવામાં આવેલા આ ટ્વિટને કારણે અભિનેત્રી ક્રિકેટ ફેન્સના નિશાના પર પણ આવી ગઈ છે.

અભિનેત્રીના ટ્વિટને કારણે થઇ રહી છે ભરપૂર ટ્રોલ
અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘હું ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરીશ જો તેની ટીમ (ઝિમ્બાબ્વે) આગામી મેચમાં ચમત્કારિક રીતે ભારતને હરાવશે.’ તેની પોસ્ટને 850 થી વધુ વપરાશકર્તાઓ દ્વારા લાઈક કરવામાં આવી છે અને તેને અત્યાર સુધીમાં 49 રી-ટ્વીટ મળી છે.પરંતુ આ સાથે સેહર ક્રિકેટ પ્રેમીઓના નિશાના પર પણ આવી ગઈ છે. તેણીની અગાઉની આવી જ હાસ્યાસ્પદ ટ્વિટ્સને ફરીથી પોસ્ટ કરીને પાકિસ્તાની અભિનેત્રીને ક્રિકેટ ચાહકો સતત ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે ટ્વીટ કર્યું, ‘તો પછી મને તમારા માટે ખૂબ ખરાબ લાગે છે કારણ કે તમે તમારા બાકીના જીવન માટે એકલા રહેશો.’ બીજાએ લખ્યું, ‘ભારતે બાંગ્લાદેશને હરાવ્યું ત્યારે તમારે તમારું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દેવું જોઈતું હતું.’

ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાન હાર્યું ત્યારે આપી હતી ધમકી
આ પહેલીવાર નથી જ્યારે તે પોતાની ટ્વીટને લઈને ચર્ચામાં આવી હોય. સિરીઝની પ્રથમ T20માં ઓસ્ટ્રેલિયા સામે ચાર વિકેટથી હાર્યા બાદ પણ તેણે ટીમ ઈન્ડિયાને ટોણો માર્યો હતો. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું હતું ત્યારે 20-20 વર્લ્ડ કપમાંથી ઝિમ્બાબ્વેની વહેલી તકે હકાલી થશે, આવા ધમકી ભર્યા ટ્વિટના એક સપ્તાહ પછી અભિનેત્રીએ આવો ટ્વિટ કર્યો છે.

Most Popular

To Top