Gujarat

ભરૂચ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહનની સ્પીડ વધું હશે તો આ રીતે ઓનલાઈન દંડ કપાઈ જશે

ભરૂચ(Bharuch) : સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની (Gujarat) મુખ્ય પ્રાથમિકતાનો એક ભાગ છે. ભરૂચથી વડોદરા એક્સપ્રેસ-વે (Bharuch to Vadodara Expressway) તૈયાર કરીને વાહનચાલકોને સમર્પિત કરાયો છે. કોઈપણ વાહન પ્રતિ કલાકે‌ નિયત કરતાં વધારે ઝડપને વટાવે તો કેમેરા ફાસ્ટટેગ (Fasttag) બેલેન્સથી દંડ કાપી લેવાશે.

  • એક્સપ્રેસ-વેની કામગીરી પૂર્ણ થયા બાદ દિલ્હી-મુંબઈ વચ્ચે મસાફરી સમય 24 કલાકથી ઘટીને 12 કલાક થવાની ધારણાં
  • હવે વડોદરાથી ભરૂચ ૮૭ કિલોમીટર કાપવામાં માત્ર ૪૦ મિનિટનો સમય લાગશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના ૮૭ કિમીના અંતરના વડોદરા-ભરૂચ રોડની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતના મોટા શહેરોમા ભરૂચ, અંકલેશ્વર, અમદાવાદ, નડિયાદ, આણંદ, અને વડોદરા વિશ્વ કક્ષાના એક્સપ્રેસવે સાથે જોડાયેલા રહેશે. આ રોડથી સમય અને ઈંધણની બચત સહિત ઘણા ફાયદાઓ છે.

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેની (DME) નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંદાજે રૂ. ૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલો આ ૧,૩૮૦ કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે.

મૂળ તો ગુજરાત દેશનું મોટું આર્થિક કેન્દ્ર છે. ભરૂચ, દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે. આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે. ગુજરાતમાં ૬૦ મોટા પુલ, ૧૭ ઇન્ટરચેન્જ, ૧૭ ફ્લાયઓવર અને ૮ આર.ઓ.બીનું નિર્માણ કરવામાં આવનાર છે.

બે કિ.મી લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ ૮ -લેન પુલ હશે. ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્ટરચેન્જ સાથે દેશમાં એક્સપ્રેસ-વે વિકાસની ઓળખને નવી ગતિ આપશે.

આ નવા એક્સપ્રેસ-વેનું સંપૂર્ણ કામ પૂર્ણ થશે ત્યારે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ ૨૪ કલાકથી ઘટીને ૧૨ કલાક થવાની ધારણા છે, એટલે ૫૦ ટકા જેટલી સમયની બચત થશે.

Most Popular

To Top