Gujarat

કનૈયાલાલ હત્યાકાંડ બાદ ગુજરાત એલર્ટ, CM, ગૃહમંત્રી સહિતના અધિકારીઓની બેઠક, રથયાત્રાની સુરક્ષાની ચર્ચા 

અમદાવાદ: રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં (Udaipur) દરજી કનૈયાલાલની હત્યા (Murder) મામલે રાજ્યમાં હિંસા ફેલાઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવી હતી. ત્યાર બાદ રાજસ્થાનમાં એલર્ટ (Alert) જાહેર કરાયું છે. આ સાથે જ કેટલીક જગ્યાએ કર્ફયુ પણ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ સરકાર દ્વારા તાબળતોડ બેઠક બોલાવી એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સહિત પોલીસ અધિકારીઓની બેઠક મળશે. જેમાં રાજસ્થાનના હત્યાકાડં અને રથયાત્રા અંગેની પોલીસ સુરક્ષાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે.

રાજસ્થાનના ઉદયપુરમાં કૈનયાલાલ હત્યાકાંડ બાદ ગુજરાત પોલીસ ગત રાતથી જ એલર્ટ થઈ ગઈ છે. રાજસ્થાનમાં બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં ન પડે તે માટે ગુજરાત સરકાર પહેલાથી જ એલર્ટ એક્શનમાં આવી ગઈ છે. તેથા આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત રાજ્યના પોલીસ વડા તેમજ દરેક જિલ્લાના પોલીસ વડાની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતના જિલ્લા પોલીસવડા અને શહેર પોલીસ કમિશનરો સાથે વર્તમાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરશે. તેમજ 1લી તારીખે રાજ્યભરમાં યોજાનારી રથયાત્રા અંગે પણ પોલીસ બંદોબસ્ત અંગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોલીસ અધિકારીઓ પાસે માહિતી લઈ ચર્ચા કરશે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 1લી તારીખએ રથયાત્રા નીકળશે. આ સાથે શહેરના કાયદા વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ગૃહમંત્રી અને પોલીસ વડા રાજ્યમાં  સતત સંકલન કરી રહ્યા છે.

દેશમાં ચાલી રહેલા નુપુર શર્મા નિવેદન પર હિંસાઓ થઈ રહી છે. ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ બિહાર યુપી, મહારાષ્ટ્ર જેવામાં મોટા શેહરમાં હિંસા ફાટી નીકળી હતી. હવે આ હિંસાની આગ રાજસ્થાનના ઉદયપુરમાં પણ બની છે. ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હોવાથી કનૈયાલાલની તેની જ દુકાનમાં જઈ બે મુસ્લિમ યુવકોએ ગળું કાપી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બંને આરોપીએ હત્યા કર્યો હોવાનો વીડિયો પણ બનાવ્યો હતો. અને તેમણે પીએમ મોદીને પણ મારી નાખાવાની ધમકી આપી હતી. ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા બાદ સમગ્ર રાજસ્થામમાં હિંસા ફાટી નીકળી છે. સરકાર દ્વારા કેટલાક વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે તો કેટલાક વિસ્તારોમાં 144ની કલમ લગાવી દેવામાં આવી છે. તેમજ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. 

ઉદયપુરમાં કનૈયાલાલ હત્યાકાંડ મામલે ગુજરાતમાં પણ ગૃહમંત્રી હર્ષસંઘવીએ મહત્વની બેઠક બોલાવી છે જેમાં DGP સહિતના અધિકારીઓ સામેલ થયા છે. તેમજ રાજ્યના તમામ જિલ્લાના SP પણ બેઠકમાં સામેલ થયા. તમામ SP વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં સામેલ થયા છે. આ બેઠકમાં રાજ્યામાં સુરક્ષા અંગેની ચર્ચાઓ કરવામાં આવી શકે છે.

ગૃહમંત્રાલયે NIAને આપ્યા તપાસનો આદેશ
ઉદયપુર કનૈયાલાલ હત્યાકાંડ મામલે ગૃહમંત્રાલયે NAIને તપાસના આદેશો સોંપ્યા છે. ગૃહમંત્રાલય દ્વારા પોતાના નિવેદનમાં કહેવાયુ છે કે, આ મામલામાં કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

ઓવૈસીએ ઉદયપુરની ઘટનાની આકરી નિંદા કરી હતી
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઉદયપુરની ઘટનાની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે રાજસ્થાન સરકાર કડક કાર્યવાહી કરશે. જો પોલીસ વધુ સતર્ક હોત તો આ ઘટના બની ન હોત. ધર્માંધતા ફેલાઈ રહી છે. નૂપુર શર્માની ધરપકડ થવી જોઈએ માત્ર સસ્પેન્શન પૂરતું નથી.

Most Popular

To Top