National

હે ના હોય… સતત માસ્ક પહેરનારા લોકોને મ્યુકોર્માયકોસિસનું જોખમ વધુ: ડોક્ટરનું નિવેદન

“નો માસ્ક, નો એન્ટ્રી” (no mask no entry) હાલ આ સ્લોગન (slogan) અને સૂચના દરેક જગ્યાએ જોવા મળશે, અને સરકારના સુચનોમાં પણ સતત એક વર્ષથી વારંવાર આ જ રટણ સાંભળવા મળ્યું છે, કે કોરોના (corona)થી બચવું માસ્ક (mask) છે જરૂરી, ત્યારે હવે એક ડોક્ટરનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે, જે મુજબ સતત માસ્ક પહેરનારા લોકોને મ્યુકોર્માયકોસિસ (mucormycosis)નું જોખમ વધુ હોય છે. જેમાં સંપૂર્ણ વિગત સાથે સલાહ-સૂચનો પણ આપવામાં આવ્યા છે.

જી હા ભાવનગર સર.ટી હોસ્પિટલના ડો.સમીર શાહ (એચઓડી સર્જરી વિભાગ) પોતાના અનુભવો (experience)થી જણાવે છે કે “એવું જોવા મળ્યું છે કે પોસ્ટ કોવિડ દર્દીઓ (post covid patients)માં મ્યુકોર્માયકોસિસ વધી રહ્યો છે. તાજેતરમાં બે 25-30 વય જૂથના દર્દીને ઘરે આઈસોલેશન (home isolation) દ્વારા સારવાર કરાયેલા કે જેમને કોવિડ લાગુ થયો હતો અને તેમને સ્ટેરોઇડ (steroid) અથવા ઓક્સિજન પણ આપવામાં આવ્યા ન હતા, અલબત્ત તેમને ડાયાબિટીઝ (diabetes) પણ ન હતી પણ અચાનક આ ભયાનક રોગ થયો.

તે કેવી રીતે અને ક્યાંથી આવ્યો તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એકવાર તમને વાયરલ ચેપ આવે ત્યારે તમારી ઇમ્યુનિટી ઓછી થાય છે. આપણે માસ્ક પહેરી રહ્યા છીએ તે N 95 અથવા કોટન માસ્ક હોઈ શકે છે જેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, એકવાર આપણે તેના શ્વાસની ભેજને લીધે તે પહેરીએ છીએ, તે ભીનું થઈ જાય છે જેને આપણે અનુભવતા નથી. આ માસ્ક 3-5 દિવસ માટે ફૂગના વિકાસ માટે એક સંપૂર્ણ વાતાવરણ સર્જે છે. તે માસ્કનો ફરી ઉપયોગ કરીને આપણે તેને શ્વાસમાં લઈએ છીએ. અને આજ કારણો સર લોકોમાં મ્યુકોર્માયકોસિસનું જોખમ વધુ હોવાનું તારણ કાઢવામાં આવું છે.”

મ્યુકોર્માયકોસિસ માટે અગત્યની સૂચના:-

ડોકટરે પોતાના અનુભવો પરથી સતત માસ્ક પહેરતા કેવા માસ્કની અવગણના કરવી અને કેવી તકેદારીની અવગણના ન કરવી તેવી બાબતો દર્શાવતા સાથે એક ખાસ સૂચના પણ આપી છે જેમાં તે જણાવે છે કે “તેથી બધા નાગરિકો ખાસ ધ્યાનમાં લે કે તમે માસ્ક તરીકે જેનો ઉપયોગ કરી રહ્યાં છો તે કૃપા કરીને તેને દરરોજ ધોઈ નાખો અથવા તેને બદલો અથવા શુદ્ધ સૂર્ય પ્રકાશમાં સૂકવો જેથી કોઈ ફૂગ તેના પર ન વધે. આ મારું વ્યક્તિગત સૂચન અને અવલોકન છે.”

Most Popular

To Top