Charchapatra

હીટ સ્ટ્રોક (લૂ લાગવી)

જેવી રીતે અમેરિકા અને યુરોપમાં ડીસે.-જાન્યુ.-ફેબ્રુઆરી ખુબ ઠંડીના મહિનાઓ હોય છે તેવી જ રીતે ભારતમાં એપ્રીલ-મે-જૂન કાળઝાળ ગરમીના દિવસો હોય છે. હાલ 40થી 42C (104થી 107 F) ગરમી આપણે ત્યાં પડી રહી છે. આ ગરમીમાં બહાર નીકળવાથી લૂ (HEAT STROKE) લાગી શકે છે.
લૂ લાગવી એટલે શું?
બહુ જ ગરમી પડે ત્યારે ગરમીમાં લાંબો સમય બહાર રહેવાથી કેટલાક લોકોમાં શરીર તેના તાપમાનનું નિયમન કરી શકતું નથી. વળી શરીરના પરસેવાનું મીકેનીઝમ પણ નિષ્ફળ જાય છે. તેથી શરીર ઠંડુ થઈ શકતું નથી. પરીણામે શરીરનું તાપમાન 106 F કે તેથી વધુ થઈ જાય છે. આ એક ગંભીર પરિસ્થિતિ છે. આ સમયે જો દર્દીને તાત્કાલિક સારવાર ન મળે તો તેના મગજ, હૃદય, કિડનિઝ અને સ્નાયુઓને નુકસાન પહોંચે છે અને કોક વખત દર્દી મૃત્યુ પામે છે.

હીટ સ્ટ્રોકના લક્ષણો
(1) શરીરનું તાપમાન 104થી 106F સુધી થઈ જાય છે. (2) ઉબકા-ઉલટી થાય છે. (3) દર્દીની માનસિક સ્થિતિ બદલાઇ જાય છે. ઉશ્કેરાઇ જાય છે. (4) ગમે તેમ વાત કરે છે. (5) ચામડી સૂકી પડી જાય છે. અને લાલ થઈ જાય છે. (6) ખૈચ આવે છે અને દર્દી બેભાન થઈ જાય છે. (7) હૃદયના અને નાડીના ધબકારા ઘણા વધી જાય છે. (Tachycaudia). (8) શ્વાસ્ચોશ્વાસની ક્રિયા ઝડપી બને છે. (9) માથુ દુ:ખે છે.

હીટ સ્ટ્રોકની તાત્કાલિક સારવાર
(1) દર્દીને ઠંડા એ.સી. વાળા રૂમમાં લઇ જવો. જો એ.સી. ન હોય તો પંખો કે કુલર ચાલુ કરી દેવો. (2) ઠંડા પાણીના પોતા શરીર પર મૂકવા (3) લીંબુનું શરબત ખાંડ અને મીઠું (SALT) નાખીને પીવડાવવું. (4) દર્દી બેભાન હોય તો હોસ્પિટલ દાખલ કરવું.

હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચવું?
(1) બની શકે તો બપોરના 12થી 4ના સમય દરમ્યાન બહાર નીકળવું નહીં. (2) જો બહાર નીકળવું પડે તો આખું શરીર ઠંકાય એવા સફેદ યા લાઇટ કલરના વસ્ત્રો પહેરવા. (3) વૃદ્ધો માણસો-બાળકો-ક્રોનીક બીમારીવાળા દર્દીઓ જેવા કે ક્રાંતીક રીનલ ફેઇલ્યોર, લીવર ફેઇલ્યોર, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક બહાર તાપમા નીકળવું જ નહીં. (4) ગરમીમાં બહાર નીકળવું પડે તો લીંબુનું શરબત કે છાસ પીને નીકળવું અને સાથે પાણી રાખીને થોડું-થોડું પાણી પીતા રહેવું. (5) આખા દિવસ દરમ્યાન મીનીમમ 3 લીટર પાણી પીવું (6) બહાર નીકળતા પહેલા ચામડી પર સનસ્ક્રીન લગાડવું, માથે હેટ પહેરવી અને ગોગલ્સ પહેરવા. (7) જેઓ નિયમિત એક્સરસાઇઝ કરે છે તેમણે વહેલી સવારે કરી લેવી. (8) ઉનાળામાં કાચી કેરી અને ડુંગળીનું સેવન કરવું. (9) લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા. (10) પાણીવાળા ફ્રુટ (મોસંબી, શંત્રા, દ્રાક્ષ, તરબૂચ વ.) ખાવા.
સુરત     – ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top