25 વર્ષીય હલીમાએ એકસાથે નવ બાળકોને જન્મ આપ્યો, પતિએ આપી આવી પ્રતિક્રિયા !

આફ્રિકા : થોડા દિવસો પહેલા થયેલ પશ્ચિમ આફ્રિકા (west Africa)ના માલી (mali)ની મહિલાની ડિલેવરી (9 child delivery) ચર્ચાનો વિષય બની છે. હલીમા નામની 25 વર્ષની મહિલાએ મોરોક્કોમાં એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો છે. આ બાળકોમાં પાંચ છોકરી (5 baby girl)ઓ અને ચાર છોકરા (4 baby boy)ઓ છે. 

માલી સરકારે હલિમાના સ્વાસ્થ્યની સંભાળ રાખવા વિશેષ વ્યવસ્થા કરી છે. એપી ન્યૂઝના અહેવાલ મુજબ, હાલમાં તમામ બાળકોની તબિયત ઘણી સારી છે. તે સ્પષ્ટ છે કે નવ બાળકોને ઉછેરવું એ સરળ કાર્ય નહીં હોય, પરંતુ આ સમાચાર સાંભળીને મહિલાનો પતિ ખૂબ જ ખુશ છે.

મહિલાના પતિ એડજ્યુડન્ટ કાદર અરબીએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “હું ખૂબ ખુશ છું. મારી પત્ની અને બાળકો બરાબર છે, ઉપરવાળાએ આમને આ બાળકો આપ્યા છે. માટે તેઓ જ તેમનું ભવિષ્ય નક્કી કરશે. મને ચિંતા કરવાની કંઈ જરૂર નથી. ઉપરવાળો જે કઈ પણ કરે છે, તેના માટે એક ચોક્કસ કારણ હોય છે.”

અરબી કહે છે કે તેમનો પરિવાર ચારે બાજુથી મળી રહેલા સહયોગથી ખૂબ જ ખુશ છે. અરબીએ કહ્યું, “દરેક લોકો મને બોલાવે છે. મોટા અધિકારીઓ પણ મને બોલાવીને ખુશ છે. રાષ્ટ્રપતિએ પણ મને બોલાવ્યા હતા. હું દરેકનો આભાર માનું છું.” મહત્વની વાત છે કે આ સાથે હલીમાએ નવ તંદુરસ્ત બાળકોને સાથે જન્મ આપવાનો નવો વર્લ્ડ રેકોર્ડ (new world record) બનાવ્યો છે. વર્ષ 2009 ની શરૂઆતમાં, એક અમેરિકન મહિલાએ એક સાથે 8 બાળકોને જન્મ આપવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ પહેલા પણ, 1971 માં ઓસ્ટ્રેલિયાની મહિલા અને 1999 માં મલેશિયાની મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ બાળકો વધુ સમય જીવી શક્યા ન હતા. વર્લ્ડ રેકોર્ડ બનાવનાર નાદ્યા સુલેમેને એક સાથે આઠ બાળકોને જન્મ આપ્યો છે. આ બાળકો હવે 12 વર્ષના થયા છે. નાદ્યાની ગર્ભાવસ્થા આઈવીએફ (ivf) દ્વારા કરવામાં આવી હતી એટલે કે વિટ્રો ગર્ભાધાન.

હલીમાને મોરોક્કોના એન બોર્જા ક્લિનિકમાં ડિલીવરી કરવામાં આવી હતી. હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર યુસુફ આલોઇએ ન્યૂઝ એજન્સીને કહ્યું, ‘હલિમાની ડિલિવરી સરળ નહોતી. આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે. 10 ડોક્ટર અને 25 નર્સોએ આ બાળકોની પ્રિમેચ્યોર ડિલિવરી કરી છે.

Related Posts