Columns

ગુરુપૂર્ણિમા: શ્રી ગુરુદેવને અંજલિ

ગુરુપૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.  મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભકિતકાળના સંત ઘીસાદાસનો જન્મ થયો હતો.

જીવનમાં ગુરુનું મહત્ત્વ:

શાસ્ત્રોમાં ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ મતલબ બે અક્ષરોથી મળીને થયેલ ‘ગુરુ’ શબ્દનો અર્થ છે. ગુ મતલબ અંધકાર અને રુ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ. એક જીવન શિલ્પી મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે. ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે. ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે. મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી અને શિક્ષિત કરનાર શિક્ષક – ગુરુનું સ્થાન વરિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

ગુરુનો અર્થ છે એવી મુકત થયેલી ચેતનાઓ જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે. તમારી પાસે શરીર પ્રત્યે થોડુંક ઋણ  બાકી છે. તેને ચૂકવવાની પ્રતીક્ષા છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે. આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મય આપણા પુરાણોમાં ખૂબ વર્ણવ્યું છે. હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજજો આપવામાં આવ્યો છે. જેમ કે

શ્રી ‘ગુરુ: બ્રહ્મા ગુરુ: વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર:
ગુરુ: સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ ગુરુવે નમ:
‘ગુરુ ગોવિંદ દોનુ ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય’

અર્થાત્, ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમય દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે. ગુરુની ભૂમિકા ભારતમાં ફકત આધ્યાત્મક કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી. દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરુએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યો છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યું છે. તેથી ગુરુનો મહિમા માતા – પિતાથી પણ ઉપર છે.

ગુરુનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષપ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે. ગુરુપૂર્ણિમાના દિવસે શિષ્યો ગુરુને પોતાની શકિત મુજબ ગુરુદક્ષિણા આપતા હોય છે. જેમાં ફળો, ઔષધિઓ કે પોતાની મનગમતી વસ્તુ આપતા હોય છે. પ્રાચીન સમયથી ગુરુશિષ્યની પરંપરાને યાદ કરીએ એટલે અનેક શિષ્યોના નામ આપણા માનસપટ પર ઉભરી આવે છે. જેવાં કે એકલવ્ય. એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવાળી ગણાતો હતો. ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય ગુરુની દક્ષિણા – સામાન્ય રીતે ગુરુદક્ષિણાનો અર્થ ઇનામના અર્થમાં લેવામાં આવે છે.

ખરેખર આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ગુરુનું સ્થાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણે હંમેશાં ગુરુનો આદર કરવો જોઇએ. સાચી ગુરુદક્ષિણા એ જ તમે તમારા ગુરુ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો અને તેનો સાચો ઉપયોગ કરી સમાજ ઉપયોગી કાર્યો કરો. પ્રકૃતિ અને દેશની રક્ષા કરો. ગુરુદક્ષિણા ગુરુ પ્રત્યે સન્માન અને સમર્પણભાવ બતાવે છે.
ન શ્રેષ્ઠત્વ ગુરોર્મન્ત્ર મદેવં ગુરુવે સમ:
ન તીર્થ ગુરુ ચરણામ્બુજ ન તુલના ગુરુવે યમ:

ગુરુમંત્રથી અધિક કોઇ શ્રેષ્ઠ નથી. સંસારમાં શ્રેષ્ઠ મંત્ર ગુરુમંત્ર જ છે કારણકે આ મંત્રથી બધું પ્રાપ્ત કરી શકાય છે.

Most Popular

To Top