SURAT

સુરતના રત્નકલાકારોએ રોજ જુગાર રમવા કામરેજમાં ફાર્મ હાઉસ ભાડે રાખ્યું

પલસાણા (Palsana) : વરાછાના (Varacha) રહીશના કામરેજના (Kamrej) કઠોદરાના ફાર્મ હાઉસનો (Farm House) રખેવાળ રોજ 10 હજાર લઈ જુગાર (Gambling) રમાડતો હતો, જ્યાં સુરતના રહીશો જુગાર રમવા જતા હતા. એલબીસીબીએ (LCB) રેડ (Rai) કરી 11 જુગારીને પકડી મોટરસાયકલ, મોબાઈલ, કાર, રોકડ મળી 6.93 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો

કામરેજના કઠોદરા ગામે વેલ સીતારામ ફાર્મ (રાણા)માં એલસીબીએ રેડ કરી 10 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ફાર્મ હાઉસ સુરત શહેરના વરાછાના ચીકુવાડી સ્નેહમિલન વિસ્તારમાં રહેતા વિઠ્ઠલભાઈ રામજીભાઈ કેવટીયાનું છે અને દારસિંગ નાનુભાઈ પાડવી અહીં આ ફાર્મ હાઉસની રખેવાળી કરે છે, જે રોજના 10 હજાર નાલ (ભાડુ) લઈ આ જુગારીને જુગાર રમાડતો હતો. પોલીસે ઘટના સ્થળેથી જુગારમાં દાવ પર લાગેલા 11,470 તેમજ અંગઝડતીના 2,10 લાખ, 11 મોબાઈલના 47 હજાર તેમજ આરોપીની કવિડ રેનોલ્ટ ફોરવિલ GJ 05 AF 5391, પેશન પ્રો.GJ 05 EX 0343, હોંડા યુનિકોન GJ 23 DA 0643, પેશન પ્રો.GJ 05 LG 4426 તેમજ CB સાઈન GJ 05 SA 0519 મળી કુલ 4 મોટર સાઇકલ અને એક ફોરવિલ મળી 4.25 લાખ મળી કુલ 6,93,970 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલા આરોપી

  • દારાસીંગ નાનુભાઇ પાળવી (ઉ.વ.૪૦ રહે.કઠોદરા સીતારામ ફાર્મ (રાણા) મૂળ, નંદુરબાર)
  • હીતેશભાઇ પ્રહલાદભાઇ પટેલ (ઉ.વ.૩૮ રત્નકલાકાર રહે. અમરોલી સાઇદ્રષ્ટી એપાર્ટમેન્ટ ત્રીજા માળે ૩૦૧, અમરોલી)
    રાજુભાઇ ગોરધનભાઇ પટેલ (ઉ.વ.૪૦, સાઇદ્રષ્ટી એપાર્ટમેન્ટ ત્રીજા માળે ૩૦૩, અમરોલી)
  • મેહુલભાઇ વિનોદભાઇ બોદર (ઉ.વ.૩૩ રહે.કાપોદ્રા સ્વામી નારાયણનગર મ.ન.૨૭, સુરત)
  • બીપીનભાઇ કનુભાઇ પદમાણી (ઉ.વ.૪૫ રત્નકલાકાર રહે. પુણાગામ શીવશકિત સોસાયટી ઘર નં.૫૩ કારગીલ ચોક, સુરત)
  • મહેશભાઇ પરસોત્તમભાઇ વાદી (ઉ.વ.૪૪ લેબર કોન્ટ્રાકટર રહે. પુણાગામ શીવશકિત સોસાયટી ઘર નં.૧૧૧ કારગીલ ચોક સુરત)
  • ચીંતનભાઇ નટવરભાઇ પટેલ (ઉ.વ.૨૯ ધંધો-હીરાનો રહે.પુણાગામ શીવશકિત સોસાયટી વિ-૧ ઘર નં.એ.૨૧૮ કારગીલ ચોક સુરત)
  • જીગ્નેશભાઇ તુલસીભાઇ ધામેલીયા (ઉ.વ.૩૦ રત્નકલાકાર રહે.વેલંજા શીવ રેસિડેન્સી ઘર નં.૨૦૨ તા.કામરેજ)
  • દિલીપભાઇ કાળુભાઇ પટેલ (ઉ.વ.૩૪ ધંધો-હીરાનો રહે. પુણાગામ શીવશકિત સોસાયટી વિ-૧ ઘર નં.એ.૨૦૪ કારગીલ ચોક, સુરત)
  • હરેશભાઇ બાલુભાઇ સાસપરા ઉ.વ.૩૨, રત્નકલાકર રહે.ઉમરા શીવશકિત બંગ્લોઝ ઘર નં.૪૮ તા.ઓલપાડ)
  • દુર્લભભાઇ ભીખુભાઇ સાવલીયા ઉ.વ.૪૪, રત્નકલાકર રહે. વરાછા ધરમનગર ૧૪૭ હીરાબાગ સુરત)

Most Popular

To Top