Gujarat

ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેન સેવાનો આરંભ કરાવતા પીએમ મોદી

ગાંધીનગર : પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીએ આજે ​​ગાંધીનગર (Gandhinagar) રેલવે સ્ટેશનથી (Railway Station) ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી અને ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં (Train) પ્રવાસ કર્યો હતો. જ્યારે તેઓ ગાંધીનગર સ્ટેશન પર પહોંચ્યા ત્યારે પ્રધાનમંત્રી મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ હતા. પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસ 2.0ના ટ્રેન કોચનું નિરીક્ષણ કર્યું અને ઓન બોર્ડ સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું.

પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસ 2.0ના લોકોમોટિવ એન્જિનના નિયંત્રણ કેન્દ્રનું પણ નિરીક્ષણ કર્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગર અને મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના નવા અને અપગ્રેડેડ વર્ઝનને લીલી ઝંડી બતાવી અને ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમના સહ-યાત્રીઓ સાથે પણ વાતચીત કરી હતી જેમાં રેલવે સ્ટાફના પરિવારના સભ્યો, મહિલા ઉદ્યમીઓ અને સંશોધકો અને યુવાનોનો સમાવેશ થાય છે. તેમણે કામદારો, ઇજનેરો અને અન્ય કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી.

ગાંધીનગર અને મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ 2.0 એક ગેમ ચેન્જર બનવા જઈ રહી છે અને તે ભારતના બે બિઝનેસ હબ વચ્ચે કનેક્ટિવિટીને વેગ આપશે. તે ગુજરાતના વેપારીઓને એરલાઈન ટિકિટની વધુ કિંમત સહન કર્યા વિના એરલાઈન પર ઉપલબ્ધ સુવિધાઓનો લાભ ઉઠાવશે. ગાંધીનગરથી મુંબઈ સુધી વંદે ભારત એક્સપ્રેસ 2.0ની વન-વે મુસાફરીનો સમય અંદાજે 6-7 કલાકનો છે.

વંદે ભારત એક્સપ્રેસ 2.0 અસંખ્ય શ્રેષ્ઠ અને એરક્રાફ્ટ જેવા મુસાફરીના અનુભવો પ્રદાન કરે છે. તે અદ્યતન સલામતી સુવિધાઓથી સજ્જ છે જેમાં સ્વદેશી રીતે વિકસિત ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ – કવચનો સમાવેશ થાય છે.
વંદે ભારત 2.0 માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચવા અને 180 કિલોમીટર પ્રતિ કલાક સુધીની મહત્તમ ઝડપ જેવી વધુ પ્રગતિ અને નવી સુવિધાઓથી સજ્જ છે. સુધારેલી વંદે ભારત એક્સપ્રેસનું વજન અગાઉના 430 ટનની સરખામણીમાં 392 ટન છે. તેમાં Wi-Fi કન્ટેન્ટ ઓન-ડિમાન્ડ સુવિધા પણ ઉપલબ્ધ છે. દરેક કોચ 32” સ્ક્રીનોથી સજ્જ છે જે અગાઉના વર્ઝનમાં 24”ની સરખામણીમાં મુસાફરોની માહિતી અને ઇન્ફોટેનમેન્ટ પ્રદાન કરે છે. વંદે ભારત એક્સપ્રેસ પણ પર્યાવરણને અનુકૂળ બનવા જઈ રહી છે કારણ કે એસી 15 ટકા વધુ ઉર્જા કાર્યક્ષમ છે.

Most Popular

To Top