Gujarat

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જુનાગઢમાં રાજ્યકક્ષાના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ગાંધીનગર: (Gandhinagar) 75માં પ્રજાસત્તાક પર્વે (Republic Day) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે તા. 26મી ના રોજ સવારે 9 કલાકે ધ્વજ વંદન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહેશે.

  • આજે જુનાગઢમાં રાજ્યકક્ષાના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
  • ગુજરાત પોલીસના 256 જવાનો 512 મશાલ સાથે ભવ્ય કાર્યક્રમ રજૂ કરશે

પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત પોલીસના 256 જવાનો 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે. આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઈક સ્ટંટ શો સહિતના કાર્યક્રમમાં પણ યોજવામાં આવશે. આ મશાલ પીટી કાર્યક્રમમાં પોલીસ જવાનો બંને હાથમાં મશાલ પકડીને ‘ગુજરાત પોલીસ’, ‘ વેલકમ ‘, ‘જય શ્રી રામ’ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવશે, જે રાત્રિના સમયે નિહાળવા દર્શનીય બની રહેશે.
75મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત પોલીસના 256 જવાનો 512 મસાલા સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે.

આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઈક સ્ટંટ શો સહિતના કાર્યક્રમમાં પણ યોજવામાં આવશે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આ મસાલ પીટી કાર્યક્રમનું જૂનાગઢ શહેરની વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં સાંજે 7 કલાકે યોજવામાં આવશે. આ મસાલ પીટી કાર્યક્રમ ઉપરાંત લાઈટિંગ આધારિત અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો યોજવામાં આવશે. પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જૂડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવશે. આ સાથે બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવશે.આ ઉપરાંત લાઈટિંગ આધારિત અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો યોજવામાં આવશે. પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જુડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવશે. આ સાથે બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવશે.

Most Popular

To Top