Dakshin Gujarat

બાજીપુરાથી દેગામા કોંકણવાડ માર્ગે બે બાઇક અથડાતાં એકનું મોત, બે ઘવાયા

વ્યારા: (Vyara) વાલોડના બાજીપુરાથી દેગામા કોંકણવાડ તરફ જતા માર્ગે બે બાઇક (Bike) સામસામે ધડાકાભેર અથડાતાં એકનું મોત અને એક મહિલા સહિત બે ઘવાયાં હતાં.

  • બાજીપુરાથી દેગામા કોંકણવાડ માર્ગે બે બાઇક અથડાતાં એકનું મોત, બે ઘવાયા
  • બાજીપુરાના વિકાસ શર્માનું મોત, બેને સારવાર હેઠળ ખસેડાયાં

દેગામા ગામમાંથી પસાર થતા બાજીપુરાથી દેગામા કોંકણવાડ તરફ જતા રસ્તા ઉપર વિકાસ શિપાહી શર્મા (ઉં.વ.25) (હાલ રહે.,બાજીપુરા સ્વામીનારાયણ મંદિરની બાજુના પડાવમાં, તા.વાલોડ, જિ.તાપી, મૂળ રહે.,મનુપુર જહાંગીર ગાંવ, પોસ્ટ, મિર્ઝાપુર જુઆરી, થાના-દોરીગંજ, જિ.સારણ, બિહાર) પોતાના કબજાની પ્લેટીના મો.સા.નં.(GJ-26-AC-5469) લઈને કપુરા ખાતે જતા હતા. દરમિયાન તા.25/01/2024ના રોજ સવારે 7:15 વાગ્યાના અરસામાં સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નં.(GJ-26-AD-1822)ના ચાલક એમીષભાઈ દિનેશભાઈ કોંકણી (રહે., દેગામા કોંકણવાડ ફળિયું, તા.વાલોડ, જિ.તાપી)એ પોતાના કબજાની મોટરસાઇકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વિકાસ શિપાહી શર્માની મોપેડને સામેથી ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

વિકાસ શિપાહી શર્માના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં સ્પ્લેન્ડર પ્લસના ચાલક એમીષભાઈ કોંકણી (રહે.,દેગામા, કોંકણવાડ ફળિયું, તા.વાલોડ, જિ.તાપી)ને તથા તેમની પાછળ બેસેલાં પ્રાચીબેન જ્યોતીષભાઈ કોંકણીને શરીરે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આ અક્સ્માતની ઘટનામાં સ્પ્લેન્ડર પ્લસના ચાલક એમીષભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top