Gujarat

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, રાજ્ય સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

અમદાવાદ: ભારતમાં કોરોના (Corona) વાયરસે (Virus) ફરી માથું ઉચક્યું છે. એકાએક ફરી કોરોનાના કેસમાં વધારો થતા કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. ગુજરાત (Gujarat) , મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કારણે સંક્રમિતની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી રાજ્ય સરકારે કોરોના વાયરસના નવા વેરિયન્ટને રોકવા માટે એક નવી ગાઈડલાઈન (Guideline) જાહેર કરી છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાકે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં અચનાક જ કોરોનાના નવા વેરિયન્ટનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને લઈને રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. નવી ગાઈડલાઈન પ્રમાણે ચીન, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી આવનાર મુસાફરો માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગાઈડલાઈન અનુસાર આ દેશોમાંથી આવનારા મુસાફરોનો RTPCR નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. નેગેટિવ રિપોર્ટને જ એરપોર્ટ સુવિધા પોર્ટ પર અપલોડ કરવાનો રહેશે. ગુજરાત સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અમદાવાદ અને સુરત એરપોર્ટ પર આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

કચ્છમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત
દેશમાં શુક્રવારે કોરોનાના 3,095 નવા કેસ નોંધાયા છે. તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કચ્છમાં એક કોરોનાના દર્દીએ આજે અંતિમ શ્વાસ લીધો હતો. રાજયમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. ત્યાર બાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ કોરોનાના દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી છે. તેથી રાજ્ય સરકારે કોરોના ટેસ્ટિંગ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. તેથી 6 દેશોમાંથી ગુજરાતમાં આવતા મુસાફરોએ ફરજિયા RTPCR ટેસ્ટ કરવવાનો રહેશે.

ભારતમાં કોરોના વાયરસે ફરીથી હાહાકાર મચવાવનું શરૂ કર્યું છે. શુક્રવારે દેશમાં ફરી 3 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,095 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4 કરોડ 47 લાખ 15 હજાર 786 (4,47,15,786) થઈ ગઈ છે. તે જ સમયે, અગાઉ ગુરુવારે, કોવિડ -19 ના 3,016 કેસ નોંધાયા હતા. આવી સ્થિતિમાં એક દિવસમાં કોરોનાના 79 કેસ વધી ગયા છે.

સક્રિય દર્દીઓની સંખ્યા?
નવા સંક્રમિત સાથે, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 15,208 થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગોવા અને ગુજરાતમાં ચેપને કારણે એક-એક દર્દીના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5 લાખ 30 હજાર 867 (5,30,867) થઈ ગયો છે. તે જ સમયે, કેરળએ વૈશ્વિક રોગચાળાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની યાદીમાં વધુ ત્રણ નામ ઉમેર્યા છે, જ્યારે ચેપને કારણે મૃત્યુના આંકડા સાથે ફરીથી મેળ ખાય છે.

Most Popular

To Top