Gujarat

આજે મુખ્યમંત્રી નવી દિલ્હીમાં સંયુકત પરિષદમાં સહભાગી થશે

ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) આવતીકાલે નવી દિલ્હીમાં (New Delhi) વિજ્ઞાન ભવન ખાતે સવારે ૧૦ વાગ્યે યોજાનારી જોઇન્ટ કોન્ફરન્સ ઓફ ચીફ મિનિસ્ટર્સ એન્ડ ચીફ જસ્ટિસિઝ ઓફ હાઇકોર્ટસમાં સહભાગી થવા નવી દિલ્હી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ કોન્ફરન્સમાં કાયદા મંત્રી કિરન રિજ્જુ અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એન. વી. રમણા સહિત દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓ પણ જોડાશે.

Most Popular

To Top