Gujarat

ગુજરાતમાં કોવિડના કુલ કેસો 862204 થયા, રવિવારે 6275 કેસ નોંધાયા

ગાંધીનગર: ગુજરાત (Gujarat) હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે તે સ્પષ્ટ છે જ્યારે રાજયમાં કોરોનાના (Corona) કુલ નવા 6275 કેસો નોંધાયા છે. અમદાવાદમાં નવા 2487 કેસો (Case) નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસો વધીને 8,62,204 સુધી પહોચી ગયા છે. આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રાજયમાં હાલમાં સારવાર 27,913 કેસો છે.ડે પૈકી 26 દર્દીઓ વેન્ટીલેટર પર છે.જયારે 27,887 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજયમાં આજે એકપણ દર્દીનું મૃત્યુ થયુ નથી. જયારે 1263 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.રાજયમાં અત્યાર સુધીમાં 824163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જયારે 10128 દર્દીઓ મોતને ભેટયા છે.

નવા 6275 કેસોની વિગતો જોઈએ , તો અમદાવાદ મનપામાં 2487, સુરત મનપામાં 1796 કેસો , વડોદરા મનપામાં 347, રાજકોટ મનપામાં 194 , સુરત જિ.માં 183, ગાંધીનગર મનપામાં 153 , નવસારીમાં 118, વલસાડમાં 107, ભાવનગર મનપામાં 98, કચ્છમાં 70, ભરૂચમાં 68, ખેડામાં 67, આણંદમાં 64, રાજકોટમાં 60, પંચમહાલમાં 57, ગાંધીનગરમાં 53, વડોદરામાં 51, જામનગર મનપામાં 49, જુનાગઢ મનપામાં 45, સાબરકાંઠામાં 35, અમદાવાદમાં 32,મોરબીમાં 29, નર્મદામાં 25, અમરેલીમાં 24, અરવલ્લીમાં 24, મહેસાણામાં 19, પાટણમાં 17, બનાસકાંઠામાં 13, દ્વારકામાં 12, સુરેન્દ્રનગરમાં 12, ભાવનગરમાં 11, સોમનાથમાં 9, મહીસાગર 9, દાહોદમાં 8, જામનગરમાં 8, તાપીમાં 7, પોરબંદરમાં 6, છોટા ઉદેપુરમાં 3, બોટાદમાં 2, જુનાગઢમાં 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયો છે. આ રીતે આછ મનપા વિસ્તાર સહિત તમામ જિલ્લાઓમાં હવે કોરોનાના કેસો પ્રસરી ગયા છે.

આવતીકાલે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રી સહિત અન્ય રાજયોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજવામાં આવનાર છે.બીજી તરફ અમદાવાદ ભાજપના આઠ જેટલા નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાં અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમીત શાહ, ભૂષણ ભટ્ટ, દર્શક ઠાકર , ધર્મેન્દ્ર શાહ , ઉમંગ નાયક ,જૈવલ ભટ્ટ , મહેશ ઠક્કર , પરેશ લાખાણીનો સમાવેશ થાય છે.આજે સાંજ સુધીમાં રવિવારે 93,467 લોકોનું રસીકરણ કરાયુ છે.જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 3599 લોકોને રસીનો પ્રથમ ડોઝ , 45 વર્ષથી વધુ ઉમરના 11427 લોકોને રસીનો બીજો ડોઝ , 18થી45 વર્ષના 24671 લોકોને રસીનો પ્રથમ ડોઝ , 18થી 45 વર્ષના 35767 લોકોને રસીનો બીજો ડોઝ , જયારે 15થી18 વર્ષના 17,857 કિશોરોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. આ સાથે રાજયમાં આજે 93,467 લોકોને રસી અપાઈ છે. જેમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે.રાજયમાં આ સાથે કુલ 9,31,18,817 લોકોને રસી અપાઈ છે.

Most Popular

To Top