Gujarat

આજથી બે દિવસ માટે વિધાનસભાનું શિયાળુસત્ર શરૂ થશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) બે દિવસીય (Two days) ટૂકુ શિયાળુ સત્ર (Winter session) આવતીકાલ તા.19મી ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. સવારે પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલને રાજભવન (Raj Bhavan) ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે, તે પછી બોપરે 12 વાગ્યે સત્ર શરૂ થયા બાદ પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ અધ્યક્ષપદનો હોદ્દો ધારણ કરીને રાજયમાં ચૂંટાયેલા તમામ સભ્યોને શપથ લેવડાવશે. ભાજપના 156, કોંગ્રેસના 17, આપના 5, એક સપા અને ત્રણ અપક્ષો પણ શપથ લેશે.

સચિવાલય સંકુલના ફરતે લોંખંડી સલામતી વ્યવસ્થા ઊભી કરાઈ
તા.20મી ડિસેમ્બરના રોજ સવારે અધ્યક્ષની વરણી કરાશે, જેમાં ભાજપ દ્વારા અધ્યક્ષ પદ માટે થરાદના ધરાસાભ્ય શંકર ચૌધરીની પસંદગી કરાઈ છે. જયારે ઉપાધ્યક્ષ પદ માટે જેઠા ભરવાડની પંસદગી કરાઈ છે. તા.20મી ડિસેમ્બરના રોજ રાજયપાલ પણ ગૃહને સંબોધન કરશે. બે દિવસીય વિધાનસભા સત્રના પગલે વિધાનસભા સંકુલ તથા સચિવાલય સંકુલના ફરતે લોંખંડી સલામતી વ્યવસ્થા ઊભી કરાઈ છે.

રાજકિય પક્ષ હોવાના કારણે કોંગીને વિપક્ષનું પદ મળશે
બીજી તરફ આજે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી.જેમાં વિપક્ષના નેના પદ માટે બે નામો હાઈકમાન્ડ મોકલાશે. તે પૈકી એક નામની પસંદગી કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કરાશે.17 બેઠકો સાથે કોંગ્રેસ બીજો મોટો રાજકિય પક્ષ હોવાના કારણે કોંગીને વિપક્ષનું પદ મળશે. આ ઉપરાત વિપક્ષના નેતાને મળતી સુવિધાઓ પણ મળશે. બંગલો , ગાડી અને ઓફિસ ઉપરાત કેબિનેટ કક્ષાનો દરજ્જો પણ વિપક્ષ નેતા મળશે.1985માં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 149 બેઠકો મેળવી હતી. 37 વર્ષ બાદ ભાજપે માધવસિંહ સોલંકીનો આ રેકોર્ડ તોડીને 156 બેઠકો પર વિજય મેળવ્યો છે. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થવા સાથે 17 બેઠકો જ મળી છે.

Most Popular

To Top