National

કેન્દ્ર સરકારે ટામેટાના છૂટક ભાવમાં પ્રતિ કિલો ₹70નો ઘટાડો કર્યો

નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસોમાં ટામેટાના (Tomato) ભાવ અસામાન્ય રીતે વધી ગયા હતા. જેનાથી હવે સામાન્ય માણસોને મોટી રાહત મળી છે. ટામેટાંના ભાવને (Price) લઈને દેશમાં દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે, છૂટક બજારમાં તેની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. પરંતુ ભૂતકાળમાં એક મોટું પગલું ઉઠાવતા ગ્રાહક બાબતોના મંત્રાલયે 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની જાહેરાત કરી હતી. હવે ફરી એકવાર ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળના નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશને ટામેટાંના ભાવમાં ઘટાડો (Reduce) કર્યો છે.

નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) દ્વારા ખરીદવામાં આવેલા ટામેટાંનું છૂટક વેચાણ શરૂઆતમાં ₹90 પ્રતિ કિલો હતું. જે પછી 16 જુલાઈ, 2023થી ઘટાડીને ₹80 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવ્યું હતું. જેના ભાવ ઘટીને રૂ.70 પ્રતિ કિલો થયો છે. સહકારી સંસ્થાઓ નાફેડ અને NCCF સરકાર વતી વેચાણ કરે છે. દેશભરમાં ટામેટાના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે, એજન્સીઓ – NCCF અને Nafed – એ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાંની ખરીદી શરૂ કરી દીધી છે. જેથી મોટા વપરાશ કેન્દ્રોમાં એકસાથે નિકાલ થાય. ગ્રાહક બાબતોના વિભાગે NCCF અને NAFEDને મમ 20 જુલાઈ, 2023 થી ટામેટાંના ભાવમાં ઘટતા વલણને ધ્યાનમાં રાખીને 70 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટાં વેચવાનો નિર્દેશ આપ્યો છે

દિલ્હી-NCRમાં ટામેટાંનું છૂટક વેચાણ 14 જુલાઈ, 2023થી શરૂ થશે. બંને એજન્સીઓ દ્વારા 18મી જુલાઈ, 2023 સુધીમાં કુલ 391 મેટ્રિક ટન ટામેટાંની ખરીદી કરવામાં આવી છે, જે મુખ્ય ગ્રાહક છૂટક ગ્રાહકોને સતત વેચવામાં આવી રહી છે. દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, યુપી અને બિહારના કેન્દ્રો, ”સરકારે જણાવ્યું હતું.

Most Popular

To Top