Entertainment

ગૂગલની ઈજારાશાહી : એપ સ્ટોરની વધારે ફી સામે 36 અમેરિકીની રાજ્ય કોર્ટમાં અરજી

ગુગલની ( GOOGLE) ડિજિટલ ઇજારાશાહી સામે છેવટે અમેરિકાનું ( AMERICA) તંત્ર જાગ્યું છે. અમેરિકાના ૩૬ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીએ ગૂગલ સામે કેસ કરતા આરોપ મૂક્યો છે કે સર્ચ એન્જિન જાયન્ટ્સના એન્દ્રોઇડ એપ સ્ટોર પર અંકુશના લીધે એન્ટિ ટ્રસ્ટ કાયદાનો ભંગ થાય છે. આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે શ્રેણીબદ્ધ એકસ્લુઝનરી કોન્ટ્રાક્ટ અને ગૂગલ પ્લે સ્ટોરમાં ( GOOGLE PLAY STORE) અન્ય બિનસ્પર્ધાત્મક રીતરસમો દ્વારા ગૂગલે એન્દ્રોઇડ ડિવાઇસ યુઝર્સને આક્રમક સ્પર્ધાથી વંચિત રાખ્યા છે, જે સ્પર્ધા તેમને વધારે સારી પસંદગી અને ઇનોવેશન તરફ દોરી જવા ઉપરાંત અત્યંત નીચા ભાવે મોબાઇલ એપ પૂરા પાડી શકી હોત.

ન્યૂયોર્કના એટર્ની જનરલ જેમ્સ અને ઉટાહ, નોર્થ કેરોલિના અને ટેનેસીના એટર્ની જનરલ જનરલોએ એકસાથે મળીને ગૂગલ પર એપ ડેવલપરો ગૂગલ પ્લે સ્ટોર દ્વારા જ એપ ઇન -એપ ડિજિટલ કન્ટેન્ટ વેચી શકે તેવી વ્યવસ્થાની ફરજ પાડવાનો આરોપ મૂક્યો હતો. આમ અહીં ગૂગલ બિલિંગ વચેટિયા તરીકે કામ કરે છે. તેના લીધે એપ કન્ઝ્યુમરોએ ગૂગલને અચોક્કસ મુદત સુધી ૩૦ ટકા કમિશન ચૂકવવું પડે છે.

રાજ્યોએ કેમ કેસ દાખલ કર્યો
એપલ અને ગૂગલ જેવી કંપનીઓના વર્ચસ્વને ઘટાડવા અનેક રાજ્યોમાં ગત અઠવાડિયામાં કાયદાનો પ્રસ્તાવ આવ્યો. પોતાના કાયદાનો પક્ષ મજબૂત કરવા જ સંભવત: રાજ્યોએ આ પગલું ભર્યું છે. કેસનું નેતૃત્વ કરનારા ઉટાહના એટર્ની જનરલ સીન રેયેસ કહે છે કે ગૂગલ પ્લે નિષ્પક્ષ રૂપે કામ નથી કરી રહ્યું.

ગૂગલ શરમન એક્ટનું ઉલ્લંઘન કરે છે, માઈક્રોસોફ્ટે સમાધાન કરી લીધું છે
કેલિફોર્નિયાની પૂર્વોત્તર જિલ્લા કોર્ટમાં દાખલ 144 પાનાના કેસમાં 36 રાજ્યો અને કોલંબિયા જિલ્લામાં દાવો કરાયો છે કે ગૂગલ શરમન એક્ટનું ઉલ્લંઘન કરે છે. આ એક સંઘીય કાયદો છે. શરમન એક્ટ મુક્ત હરીફાઈને અટકાવીને ઈજારાશાહી સ્થાપિત કરવા કે જાળવી રાખવાના ખોટા વ્યવહારને અટકાવે છે. આ કાયદાનો ઉપયોગ 1911માં સ્ટાન્ડર્ડ ઓઈલ અને 1982માં એટી એન્ડ ટીની ઈજારાશાહીને ડામવા માટે કરાયો હતો. 2001માં માઈક્રોસોફ્ટ શરમન એક્ટના કેસથી બચી ગઈ હતી. ત્યારે તેણે ન્યાય વિભાગ સાથે સમાધાન કરી લીધું હતું.

Most Popular

To Top