Charchapatra

વારંવાર ફૂટતા પ્રશ્નપત્રો

દર વર્ષે દેશની નાની મોટી શિક્ષણ સંસ્થાના પેપર ફૂટવાના બનાવ બનતા જ રહે છે. જ્યારે પેપર ફૂટે છે ત્યાર પછી સરકાર જાહેર કરીને બાંહેધરી આપે છે કે હવે પેપર નહીં ફૂટે. છતાં જાણે નિયમ બની ગયો હોય તેમ પેપર ફૂટયા જ કરે છે.હમણાં નીટ યુજીના પેપર એક દોઢ મહિના પહેલાં લીક થઇ ગયાં હતાં. યુવાન વિદ્યાર્થીઓના માનસ ખૂબ સંવેદનશીલ હોય છે. પરીક્ષા રદ થાય તો અમુકને લાગે છે કે જિંદગી હારી ગયા. દેશના અલગ અલગ પ્રદેશમાં ચાર વિદ્યાર્થીઓએ આત્મ હત્યા કરી. આમ પેપર લીક થાય એ વિદ્યાર્થીઓનો પ્રાણપ્રશ્ન બની ગયો છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખેલવાનો કોઇને અધિકાર નથી. ભ્રષ્ટાચાર અને ધનલાલસુ વ્યક્તિઓ સાચા અર્થમાં દેશ પ્રત્યે ઇમાનદાર અને વફાદાર ન બને ત્યાં સુધી પેપરો તો ફૂટયા જ કરશે અને વિદ્યાર્થીઓના ભાવિ હતાશામાં ગરકાવ થઇ જશે એમાં કોઇ બેમત નથી.
સુરત     – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top