World

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પાર્સલમાં મોકલવામાં આવેલી જીવંત વ્યક્તિની કપાયેલી આંગળીઓ પછી…

ફ્રાન્સ: ફ્રાન્સના (France) રાષ્ટ્રપતિ (President) રાષ્ટ્રીય દિવસ પર યોજાનારી બેસ્ટિલ ડે (Bastille Day) પરેડને લઈને ચર્ચામાં છે. આ રાષ્ટ્રીય પરેડમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) પણ સન્માન સાથે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ આ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિને પાર્સલમાં કાપેલી આંગળીઓ મોકલવાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક જીવિત વ્યક્તિની કપાયેલી આંગળીઓ છે. જો કે આ ઘટનાની ઝડપી તપાસ કરવામાં આવી રહી છે.

કોઈએ ફર્સ્ટ ક્લાસ પોસ્ટ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને કાપેલી આંગળીઓ મોકલી છે. મળતી માહિતી મુજબ કપાયેલી આંગળીઓને સોમવારે પેરિસના એલિસી પેલેસ (પ્રેસિડેન્ટ હાઉસ)માં એક પરબિડીમાં મોકલવામાં આવી હતી. રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનના એક સૂત્રએ જણાવ્યું હતું કે આંગળીઓને શરૂઆતમાં ફ્રીજમાં રાખવામાં આવી હતી જ્યાં પોલીસ તેમના નાસ્તો રાખે છે, જેથી તેઓ બગડી ન જાય.

એ પણ સ્પષ્ટ નથી કે કોઈ વ્યક્તિ જીવંત વ્યક્તિની આંગળીઓ રાષ્ટ્રપતિને કેમ મોકલશે. અગાઉ ભૂતકાળમાં નેતાઓને પાર્સલ દ્વારા ગોળીઓ મોકલવામાં આવતી હતી. પરંતુ આ પહેલીવાર છે જ્યારે કપાયેલી આંગળીઓ મોકલવામાં આવી હતી. આંગળી સાથે કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી કે ધમકીભર્યો પત્ર નહોતો. આ પાર્સલ મેક્રોનને એવા સમયે મોકલવામાં આવ્યું છે જ્યારે તે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં દેશમાં ઘણી હિંસા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા 17 વર્ષના છોકરાની હત્યા થયા બાદ વિરોધ કરનારાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ સ્થળોએ આગ લગાવી, દુકાનો લૂંટી વગેરે જેવી હિંસાઓ કરવામાં આવી હતી.

ફ્રાન્સમાં હિંસાની તાજેતરની ઘટનાઓ વચ્ચે નેશનલ ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પરેડ પહેલા ઈન્ટેલિજન્સ તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ રાષ્ટ્રીય પરેડને નિશાન બનાવી શકે છે.

Most Popular

To Top