આઝાદીની ચળવળ કરતાં પ્રથમ દરજ્જે સમાજઘડતર માટે જાગૃત મહાત્મા ગાંધીજીએ નિત્ય પ્રાર્થનામાં ‘રઘુપતિ રાઘવ રાજારામ’ પ્રજાના માનસમાં ઉતાર્યું, પરંતુ તેથી વિશેષ હજારો વર્ષની પરંપરામાં જકડાયેલા કર્મકાંડી સમાજને અને વિશેષ કરીને સ્ત્રીઓને કહ્યું, ‘‘કરતાં જવું ઘરના કામ, લેતાં જવું શ્રી હરિનું નામ.’’ ૧૯૪૦થી ૧૯૪૭નો કાળ દારૂણ ગરીબી, અસ્પૃશ્યતા, નિરક્ષરતા અને નબળા સ્વાસ્થ્યનો ગુલામીકાળ હતો. એવા સમયે સમાજ પોતાની ક્ષણક્ષણનો ઉપયોગ ઉદ્યોગી શ્રમકાર્ય અને સ્વાસ્થ્ય સુધાર માટે ખર્ચી આત્મનિર્ભર બને તે આવશ્યક હતું. મહાત્મા ગાંધીજીએ ધર્મને આધાર બનાવી સમુદાયને કંઠસ્થ કરાવ્યું કે પૂજા-પાઠ, ધર્મધ્યાન માટે મંદિર, મસ્જિદ કે ગિરજાઘરમાં સમય વ્યતીત કરવા કરતાં ઘરકામરૂપ ઉત્પાદક શ્રમ કરતાં-કરતાં પ્રાણ અને વિચારને એકમેકમાં પરોવી પરમશક્તિનું સ્મરણ રાખી શકાય છે.
ધર્મકાર્ય માટેનું આઝાદીપૂર્વનું આ મહાત્મ્ય હવે શરીરના સ્વાસ્થ્ય માટે અનુસરવા જેવું બન્યું છે. હવામાનનું પ્રદૂષણ, વાહનો અને પશુઓથી ઉભરાતા રસ્તાઓ, અતિ ખર્ચાળ જીમ અને ફિઝિયોથેરાપી સેન્ટરો, જાહેર બગીચાઓ અને જોગર્સ પાર્કમાં ગંદકી, લાખોની વાર્ષિક ફી ભરીને મળતું ક્લબનું સભ્યપદ જેવી આધુનિક સમાજવ્યવસ્થાના પ્રશ્નો વચ્ચે સવાલ રહે છે કે સિનિયર સિટિઝન શરીરને હરતું-ફરતું રાખવા ક્યાં જઈને કસરત કરે? કાનામાત્રના વળગણ વિના સલાહ આપવામાં અત્યંત સરળ લાગતી કસરતને અપનાવવી શહેરીજનો માટે ભારે કઠિન બને છે. ત્યારે ઉપાય તરીકે ઘરકામને કસરતનું સાધન બનાવવાનો નવો દૃષ્ટિકોણ વિચારવા લાયક બને છે.
સામાજિક સુધારના નામે સમાજે અપનાવેલી સાધનસજ્જ કાર્યપ્રણાલીના કારણે હવે ઘરમાં ઘંટીના બે પથ્થરોમાં અનાજ દળાતું નથી. વોશિંગ મશીન હાથ લગાડ્યા વિના જ કપડાં ધોઈ આપે છે. ક્યાંક ડિશવોશર તો ક્યાંક કામવાળાની મદદથી ઢગલાબંધ વાસણ ધોવાય છે. આથી હાથના ઇન્ટ્રિન્સિક અને એક્સ્ટેન્સર ગ્રુપના મસલ્સ તથા ખભાના ફ્લેક્સર ગ્રુપના મસલ્સને પૂરતી મૂવમેન્ટ મળતી નથી. એટલું જ નહીં, પ્રાકૃતિક રીતે હાથની દસ આંગળીઓ અને હથેળીની તાકાતથી વસ્તુ પકડવી, ઊંચકવી, સોયમાં દોરો પરોવવો કે ફૂલની માળા તૈયાર કરવા જેવી નાની દેખાતી કામગીરી પણ ગૌણ બની રહી છે. માનવ મસ્તિષ્કની કુલ ઊર્જામાંથી ફાઇન મોટર એક્ટિવિટી માટે વપરાતી લગભગ ૩૭ ટકા ઊર્જા હાથ સાથે સંકલિત હોય છે.
તેથી મનુષ્ય માટે બંને હાથનો ઉપયોગ શરીરના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વનો બને છે. કોવિડકાળમાં ઘરના તમામ સભ્યોએ કચરા-પોતાં કરવા પડતાં શહેરીજનો સાજા તો રહ્યા જ, પરંતુ તેમના શારીરિક વજનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. એટલું જ નહીં, પુરુષો પણ બોડી માસ ઇન્ડેક્સ (ફિટનેસ લેવલ)ની હોશેહોશે વાત કરવા લાગ્યા. કમરથી નીચે નમીને ૨૫થી ૩૫ મિનિટ સુધી કચરો વાળવાથી કમરના એક્સ્ટેન્સર મસલ્સમાં લચીલાપણું આવે છે. પાણીમાં ફિનાઇલ નાખી જમીનની લાદી ઘસીને સાફ કરતાં હાથ ઉપરાંત સાથળ, ઘૂંટણના મસલ્સ તથા હાડકાંના સાંધાઓને પણ પોષણ મળે છે. આ ઉપરાંત હિપ-બોનને રક્ષણ આપતા અને ઊઠવા-બેસવામાં શરીરના ઉપરના ભાગને યોગ્ય પોશ્ચર આપવામાં મદદરૂપ થતા ગ્લૂટિયલ મસલ્સ કાર્યરત રહે છે. પરિણામે પાછલી ઉંમરે જોવા મળતા કમરના દુખાવામાં પેઇનકિલર વિના પણ રાહત મળી શકે છે.
હવે ઘરમાં લાકડાં-કોલસાના ચૂલાની સગવડ રહી નથી. ફેફસાના જોરે અગ્નિ પ્રગટાવવાનો પ્રસંગ આવતો નથી. ત્યારે પ્રાણાયામ કે ઝડપથી ચાલવું અનિવાર્ય બને છે. બ્લેન્કેટ તો ‘એક ખરીદો, એક મફત’ની લાલચ આપે છે, પરંતુ તે લહાયમાં શાકભાજી કે કરિયાણાની થેલીનો ભાર ઊંચકી ઘર સુધી ચાલીને રસોડા સુધી પહોંચવાનું બંધ થઈ ગયું છે. પરિણામે મેનોપોઝ પછી ૫૦થી ૫૫ વર્ષની ઉંમરે દેખાતો ઓસ્ટિયોઆર્થરાઇટિસ આજે ૪૦થી ૪૨ વર્ષની ઉંમરે જ દસ્તક દેવા લાગ્યો છે. શરીરમાં પરિભ્રમણ કરતા લોહીમાં ઓક્સિજન ભરતાં ફેફસાં અધિક શ્રમથી જ ગતિશીલ રહે છે અને શરીરમાધ્યમને ધર્મનું સાધન બનાવે છે. બગીચા કે ઘરની અગાશી-ગેલેરીમાં મૂકેલા ફૂલછોડના કુંડામાં ખાતર-પાણી આપવાના મનગમતા કાર્યમાં કે પછી શ્લોક, કીર્તન અને ગીતો ગાતાં ગરમ-ઠંડા પાણીથી મસાજરૂપ સ્નાન કરવામાં જે આનંદનો અહોભાવ અનુભવાય છે, તે માનવ મસ્તિષ્કને ડોપામિન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન અને સેરોટોનિનના પ્રવાહથી ભરી દે છે. જે શરીરને દિવસભરના ચઢાવ-ઉતાર અને તણાવને સહન કરવા તૈયાર કરે છે. ઘરના પૌત્ર-પ્રપૌત્ર સાથેની બાળરમતો વ્યાયામ અને નિજાનંદનો અદ્ભુત સંગમ બની કાર્ડિયાક અરેસ્ટ જેવી ગંભીર સ્થિતિ સામે પણ હૃદય માટે અક્સીર દવા બની શકે છે.
હજારો વર્ષની માનસિકતાના વશમાં પુરુષો માટે ઘરકામ સ્ત્રૈણ લાગે છે અને સ્ત્રીઓ માટે આનંદ-પ્રમોદ અસંસ્કારી ગણાય છે. હજારો વર્ષની માન્યતાઓના કારણે પતિ-પત્નીના સહજીવનને મિટાવી દેવામાં જ માયારહિત થવાની ધારણા માનવામાં આવે છે. પરંતુ ભક્તકવિ નરસિંહ મહેતા તો ઈશ્વરને કહે છે, ‘‘માંગુ જનમજનમ અવતાર.’’ આધુનિક મનોવિજ્ઞાન અને વર્તનવિજ્ઞાન કહે છે કે સિનિયર સિટિઝને પોતાના સ્વાસ્થ્યની કાળજી પોતાના ઘરેથી જ લેવી જોઈએ. પોષક આહાર અને પ્રેરક વ્યાયામથી જ શરીર અને મન પ્રફુલ્લિત રહેશે. સહજીવન જ શ્રેષ્ઠ જીવન બનશે.
ગુલામીના સંસ્કારો ખંખેરી, પશ્ચિમની રીત-રસમોનો અંધાનુસરણ છોડીને હવે ‘આત્મદીપો ભવ’ની ભારતીયતા અપનાવીએ. કહેવાયું છે, ‘‘પહેલું સુખ તે જાતે નર્યા (સ્વસ્થ).’’ આ કામ કોઈ ક્લબ, જીમ, દવાખાના કે હોટલના હવાલે ન રાખતાં વયસ્ક નાગરિકોએ પોતાના જીવનરથની લગામ પોતાના મન, બુદ્ધિ અને અહંકારના હાથમાં જ સોંપવી જોઈએ. એમાં જ સાચું કલ્યાણ સમાયેલું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.