Vadodara

7 દિવસે પાણી ન ઓસરતાં માછલીઓ ફરતી થઈ

વડોદરા: વડોદરા શહેરમાં ૭ દિવસ અગાઉ ઈંચમાં પડેલા વરસાદે ઠેર ઠેર ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા હતા તમે જ્યાં પણ જુવો ત્યાં ઠેર ઠેર પાણી પાણી જ જોવા મળી રહ્યા હતા ત્યારે વાઘોડિયા રોડ પર આવેલી આદિત્ય ઓર્બિટ સહિતની 500 મકાનોની સોસાયટીઓમાં ૭ દિવસ વીત્યા બાદ પણ હજુ ત્યાં પાણી ઓસર્યાં નથી જેના પગલે ત્યારના રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યાં પાણી ન ઊતરતાં કે ભરાયેલાં પાણીમાં હવે ત્યાં સાપ અને માછલીઓ પણ જોવા મળી રહી છે. પરંતુ પાલિકાના અધિકારીઓ કે ચુટાયેલા પાંખ સુદ્ધા જોવા નથી ગયો કે ભરાયેલા પાણીનો કોઈ નિકાલ પણ કરવામાં આવતો નથી જેથી રહીશો દ્વારા પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. શહેરમાં પડેલા માત્ર ઇંચ જેટલા વરસાદે વડોદરાની સ્માર્ટ સિટીના સપનામાં રાચતા શાસકો અને વહીવટી તંત્રને અરીસો બતાવ્યો છે. જયારે ગત રવિવારે વડોદરામાં નજીવો વરસાદ વરસતા જ ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા.

જયારે તમે વાઘોડિયા વિસ્તારમાં વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર આવેલ આદિત્ય ઓર્બિટ, આદિત્ય વિલા, આદિત્ય હાઇટ્સ અને આદિત્ય પેરેડાઈઝ સોસાયટીમાં ૭ દિવસ વીત્યા બાદ પણ હજુ ત્યાં પાણી ઉતરતા જ નથી પરિણામે ત્યાના રહીશો દ્વારા પાલિકા તત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પાલિકા તંત્ર અને ચુટાયેલા સભ્યો આગ લાગ્યા બાદ પાણી શોધવા જવું તેવું કામ આ પાલિકા તત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

અમે વરસાદની ઋતુ પહેલા જ કેટલીક વાર રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે કોઈ કામગીરી કરી નથી. જયારે વડોદરા શહેરમાં ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ફૂટમાં પાણી ભરાયા બાદ વડોદરાના મેયર કેયુર રોકડિયા અને સાંસદ રંજનબેન ભટ્ટે વિસ્તારની મુલાકાત લઈ પાણીના નિકાલની ખાતરી આપી હતી છતાં હજુ સુધી પાણીનો કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી.

આ અંગે સ્થાનિક રહીશ પૂર્વીશ સોનીએ કહ્યું કે, પાણી ન ઊતરતાં આદિત્ય ઓર્બિટ, આદિત્ય વિલા, આદિત્ય પેરેડાઈઝ અને આદિત્ય હાઇટ્સનાં 500 મકાનો આવેલા છે અમારા આ વિસ્તારનાં રહીશોને દરરોજ આજ પાણીમાંથી અવર જવર કરવું પણે છે. જોકે મેયર અને સાંસદે પાણીના નિકાલ માટે હાઇવેથી જે શહેરમાં પાણી આવે છે તેને પરિણામે આ વિસ્તારમાં પાણી ભરાય જાય છે તેની પણ ચકાસણી કર્યેને આજે ચારથી વધુ દિવસનો સમય વીત્યો છે છતાં પણ આ વિસ્તારમાં જે પાણી ભરાયા છે.

મેયર-સાંસદ ગયા બાદ જેસીબી મશીન પણ ગયુ
મેયર-સાંસદે જે સમયે અમારા વિસ્તારની મુલાકાત લીધી હતી. તે સમયે જ પાલિકા તંત્રના અધિકારી દ્વારા જેસીબીથી કામગીરી શરુ કરવામાં આવી હતી , પરંતુ તે ત્યાં ઉભા હતા તે સમયે કામગીરી કરવામાં આવી હતી જેવી જ રીતે મેયર-સાંસદ સ્થળ છોડી ગયા તેવી જ રીતે અધિકારી અને જેસીબી મશીન પણ ત્યાંથી જતું રહ્યું . ત્યારબાદ અમારા વિસ્તારમાં કોઈ અધિકારી કે જેસીબી મશીન પાછું આવ્યું નથી. હાલમાં પણ અમારા વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.
હેતલ પંડ્યા, પ્રમુખ, આદિત્ય ઓર્બિટ

Most Popular

To Top