Gujarat

VIDEO: મોડાસાની ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 4 જીવતા ભૂંજાયા

મોડાસા: અરવલ્લીના (Arvalli) મોડાસાની (Modasa) એક ફટાકડાની ફેક્ટરીમાં (Crackers Factory) ભીષણ આગ (Fire) લાગતા દોડધામ મચી ગઈ છે. આ આગમાં ફટાકડીની ફેક્ટરીમાં કામ કરતા ચાર મજૂરો જીવતા ભૂંજાઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતા આસપાસથી પણ ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.

  • મોડાસા તાલુકાના લાલપુરકંપા પાસે ભયાનક આગ લાગી
  • વેલ્ડીંગના લીધે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી
  • ચાર મજૂરો ફેક્ટરીની અંદર જ જીવતા ભૂંજાયા
  • ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

આજે ગુરુવારે બપોરે મોડાસા તાલુકાના લાલપુરકંપા પાસે ભયાનક આગ લાગી હતી. અહીં આવેલી એક ફટાકડાની ફેક્ટરી ભડકે બળી હતી. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીની અંદર ફટાકડા હોવાના લીધે આગ વધુ પ્રસરી હતી. ચારેબાજુ ધુમાડાના ગોટેગાટા ઉડવા લાગ્યા હતા.

આગ અંગે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરાઈ હતી. મોડાસાથી ફાયરની ત્રણ ગાડી દોડી ગઈ હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબુમાં આવી રહી નહીં હોવાથી ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. તેથી ગાંધીનગર અને હિંમતનગરની ગાડીઓ આગને કાબુમાં લેવા દોડી ગઈ હતી. બીજી તરફ આગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. હજારોના લોકોના ટોળાને દૂર કરવા પોલીસ કાફલો ઉતારાયો હતો. 

આગના લીધે ફેક્ટરીની અંદર કામ કરતા ચાર મજૂરો જીવતા ભૂંજાયા હતા. વેલ્ડિંગના લીધે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે.

ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગને કારણે લલિત, અજય, રામભાઈ, સાજન નામના મજૂરોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત આગમાં બે ફોરવ્હિલ બળીને ખાખ થઈ ગઈ હતી. ફેક્ટરીમાં રહેલા કરોડો રૂપિયાના માલસામાનનું નુકસાન થયું હતું. આ ઉપરાંત મોડાસા-હિંમતનગર હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.

Most Popular

To Top