National

લખનઉની હોટલમાં લાગી ભીષણ આગ, 4નાં મોત, બારીઓ તોડી લોકોને બચાવાયા

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનઉની (Lucknow) એક હોટલમાં (Hotel) આગ (Fire) લાગી હતી. શહેરની મધ્યમાં એટલે કે હઝરતગંજમાં આવેલી હોટેલ લેવાનામાં સોમવારે સવારે આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે હોટલની અંદર ઘણા લોકો હાજર હતા. તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે બેભાન હાલતમાં લાવવામાં આવેલા ચાર વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસની મદદથી લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

પોલીસની મદદથી અત્યાર સુધીમાં 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 9 લોકોની હાલત ગંભીર છે. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોટલના બીજા અને ત્રીજા માળે ઘણા લોકો ફસાયેલા છે. એક વ્યક્તિ બીજા માળે એક રૂમમાં ફસાયેલો છે, જેના પાસે મોબાઈલ નથી. અત્યાર સુધીમાં ફાયર વિભાગ દ્વારા 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ધુમાડાના ગોટેગોટા ભરાવાને કારણે અનેક લોકો બેભાન થઈ ગયા છે. કેટલાક લોકો દાઝી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ફાયરની 15 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે. નોંધનીય છે કે લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીએ થોડા દિવસો પહેલા લેવાના હોટલને નોટિસ જારી કરી હતી. આ પછી આજે એક મોટી દુર્ઘટના બની હતી.

સીએમ યોગીએ અધિકારીઓને આપેલી સૂચના
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘાયલોને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે.

બેભાન હાલતમાં લવાયેલ મહિલા અને એક પુરૂષનું મોત
ભીષણ આગમાંથી બચાવી લવાયેલી એક મહિલા અને પુરુષનું મોત થયું છે. કદાચ ધૂમાડાના કારણે મહિલા અને પુરુષ બેભાન થઈ ગયા હતા. તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે ડોકટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. હોટલ સ્ટાફની મદદથી તેમની ઓળખ કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમને ત્યાં 7 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે.

બારી તોડીને મહેમાનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે
આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ હોટલની અંદર ધુમાડાના ગોટેગોટા છે. ફાયર બ્રિગેડની ટીમ રૂમમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે પ્રયાસ કરી રહી છે. બારીઓ પણ તોડી નાખવામાં આવી રહી છે. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. ફાયર વિભાગની અડધો ડઝનથી વધુ ગાડીઓ સ્થળ પર હાજર છે.

આ સિવાય લખનઉ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ આજે સવારે 6 વાગ્યાની આસપાસ લાગી હતી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને રૂમ ધુમાડાથી ભરાઈ ગયો. લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો. સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમને સૌથી મોટી સમસ્યા લોકોને રૂમમાંથી બહાર કાઢવાની છે. આગને કારણે હોટલના તમામ રૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ હોટલની બારીઓ તોડીને લોકોને બહાર કાઢી રહી છે. સવારે 9 વાગ્યા સુધી લગભગ બે કલાકથી બચાવ કામગીરી ચાલી રહી હતી. સ્થળ પર હાજર અધિકારીઓનું કહેવું છે કે અમે અત્યાર સુધીમાં ઘણા લોકોને બહાર કાઢ્યા છે અને જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, ગૂંગળામણ બાદ કેટલાક લોકોની તબિયત ચોક્કસપણે બગડી છે, જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top