વલુન્ડા ગામમાં પિતા-પુત્રે સરકારી જમીન પર ગેરકાયદે કબજે કર્યો

દાહોદ: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ફરી એકવાર લેન્ડ ગ્રેબીંગનો કિસ્સો સામે આવતાં જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં બે પિતા – પુત્રે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી પાસે આવેલા જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી જમીન પચાવી પાડી તેમજ જમીન ઉપર બાંધકામ કરી જમીન પચાવી પાડતાં તેની જાણ ફતેપુરા મામલતદારને થતાં ખુદ મામલતદાર દ્વારા પિતા-પુત્ર વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ફતેપુરાના ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફતેપુરા નગર સહિત તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ભુમાફીયાઓ બેફામ બની રહ્યાં છે. સરકારી જમીનો સહિત લોકોની માલિકીની જમીનોમાં ભુમાફીયાઓ દાદાગીરી કરી તેમજ ધમકીઓ આપી જમીનો પચાવી પાડવી અને જમીનો પર ગેરકાયદે કબજાે કરી લેવાના બનાવો પણ ભુતકાળમાં નોંધાય છે ત્યારે આ બનાવને પગલે ખુદ મામલતદાર દ્વારા ભુમાફીયાઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે. વધુમાં જાણળા મળ્યાં અનુસાર, ફરીયાદ નોંધા3વતાંની સાથે જ બંન્ને ભુમાફીયાઓ ગામમાંથી ફરાર થઈ ગયાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે પોલીસે આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે અને બંન્ને જણાની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ભુમાફીયાઓ બેફામ બની રહ્યાં છે. થોડા સમય પહેલાં પણ કેટલાંક ભુમાફીયાઓ દ્વારા લોકોની જમીનોમાં ગેરકાયદે પ્રવેશ કરી, બાંધકામ કરી, ધાકધમકી આપી જમીનો પચાવી પાડવાના કિસ્સો બન્યા હતાં. ઉપરાંત ભુમાફીયાઓ દ્વારા સરકારી જમીનોમાં પણ હવે પગ પેસારો કરી રહ્યું છે. આવોજ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે જેમાં ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે રહેતાં વસંતલાલ નાનાલાલ કલાલ તથા પંકજભાઈ વસંતલાલ કલાલ આ બંન્ને પિતા – પુત્ર દ્વારા ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના મુખ્ય દરવાજા પાસે આવેલ રે.સ.નં. ૩૩૪ (જુનો ૧૩૫/૨/૧) તથા રેવન્યું નંબર ૩૩૪ (જુનો ૧૩૫/૨) વાળી ગામતળની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી જમીન પચાવી પાડવા દબાણ કરી નાંખ્યું હતું અને જમીન ઉપર બીન અધિકૃત રીતે બાંધકામ પણ કરી નાંખ્યું હતું. બાંધકામ કરી જમીન પચાવી પાડતાં આ અંગની જાણ ફતેપુરા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પ્રવિણભાઈ નારણભાઈ પરમારને થતાં તેઓ દ્વારા પિતા – પુત્ર વસંતલાલ નાનાલાલ કલાલ અને તેમનો પુત્ર પંકજભાઈ વસંતલાલ કલાલ વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબીંગની એક્ટ મુજબ ગુનો નોંધી ઉપરોક્ત બંન્ને ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Related Posts