Madhya Gujarat

ઓનલાઇન કમિશનની લાલચ આપી મહુડીના યુવક સાથે એક લાખની ઠગાઇ

દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નગરમાં ફરી એકવાર ઓનલાઈન છેતરપીંડીની ઘટના સામે આવી છે. જેમાં એક ૨૮ વર્ષીય યુવકને એક લીંકના ધારકે ટેક્સ મેસેજ તેમજ વોટ્‌સ મેસેજ કરી યુવકને પૈસા કમાવવા માટે લોભામણી જાહેરાત આપી ઓનલાઈન મારફતે તેમજ બેન્ક મારફતે કુલ રૂા.૧,૦૭,૦૦૧ની છેતરપીંડી કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે યુવકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.

ઝાલોદ તાલુકાના મહુડી ગામે ભોરેજ ફળિયામાં રહેતાં ૨૮ વર્ષીય સમુભાઈ જીવનભાઈ કટારાને એક લિંકના ધારકે સમુભાઈના મોબાઈલ ફોન પર ટેક્સ મેસેજ તેમજ વોટ્‌સએપ મેસેજ કરી એમેઝોનમાં કામ કરો છો અને કમીશન સાથે પૈસા કમાવો તેવી લાલચ આપી તારીખ ૦૨.૧૦.૨૦૨૧ થી તારીખ ૦૯.૧૦.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન બે લીંકના ધારકે, એક વોટ્‌સ નંબરના ધારકે તેમજ વિગનેશ ચિંદમ્બરમ નામના બેન્ક એકાઉન્ટનો ધારક જે તમીલનાડુંનો રહેવાસી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કર્યાેં છે. આ ચારેય લોકોએ એકબીજાના મેળાપીપણામાં સમુભાઈ પાસેથી અલગ અલગ સમયગાળા દરમ્યાન ગુગલ પે મારફતે તેમજ બેન્ક ખાતામાં કુલ રૂા. ૧,૦૭,૦૦૧ પડાવી લઈ વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે સમુભાઈ જીવનભાઈ કટારાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top