Charchapatra

સંવેદનશીલ ગઝલકારની વિદાય…

ગુજરાતી ગઝલનો આગવો અને અમૂલ્ય ઈતિહાસ છે. શયદાસાહેબ, મરીઝ સાહેબ, ઘાયલ સાહેબ, બેફામ સાહેબ… જેવાં અનેક અભૂતપૂર્વ ગઝલકારોથી લઈને રઈશભાઈ, મુકુલભાઈ, ગૌરાંગભાઈ, કિરણભાઈ, મહેશભાઈ, સુનીલભાઈ… જેવાં અનેક સિદ્ધહસ્ત ગઝલકારોથી ગુજરાતી ગઝલ વિશ્વ જગમગે છે. ગુજરાતી ગઝલકારોએ અત્યંત શાંતિપૂર્વક પોતાનું પ્રદાન આપનાર એવાં જ એક સંવેદનશીલ ગઝલકાર રાઝ નવસારવી સાહેબે હાલમાં જ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી ઊર્મિના શિલ્પ જેવાં ગઝલ સંગ્રહો આપનાર રાઝ નવસારવીના જવાથી ખાસ કરીને નવસારીને (અને ગઝલ વિશ્વને પણ!) મોટી ખોટ પડી છે. બીજાઓને ફુલ ચૂંટવામાં તકલીફ ન પડે એટલે ફુલછાબમાં ફુલોને બદલે કાંટા ચૂંટીને જાઉં છું એવી વાત રજૂ કરતો શે’ર (જેથી બીજાને ફુલ સરળતાથી સાંપડે, કાંટા ચૂંટીને જાઉં છું હું ફુલછાબમાં) કહેનારા સંવેદનશીલ ગઝલકાર સ્વ. રાઝ નવસારવી સાહેબને ગઝલાંજલિ…
નવસારી     – ઈન્તેખાબ અનસારી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top