Gujarat

ઓમિક્રોનના કેસોનો વિસ્ફોટ : નવા 32 દર્દી સાથે કુલ કેસ વધીને 236 થયા

રાજયમાં આજે ઓમિક્રોનના કેસનો વિસ્ફોટ થયો છે. આજે નવા 32 કેસ સાથે ઓમિક્રોનના કુલ કેસ વધીને 236 કેસ થયા છે. હાલમાં રાજયમાં 69 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજયમાં નવા 32 કેસ પૈકી 12 જેટલા કેસ એકલા અમદાવાદ મનપામાં નોંધાયા છે.
આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં આજે 32 નવા કેસ નોંધાયા છે.

જેમા અમદાવાદ મનપામાં 12, આણંદમાં 5, વડોદરા મનપામાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2, રાજકોટમાં 1, બનાસકાંઠામાં 1, કચ્છમાં 1, અમદાવાદમાં 1, અમરેલીમાં 1 એમ કુલ 32 કેસ નોંધાયા છે.જિલ્લાવાર તથા મનપા વિસ્તારોમાં કેસ તથા રજા અપાયેલા દર્દીઓની વિગતો જોઈએ, તો અમદાવાદ મનપામાં 105 કેસ નોંધાયા છે તેની સામે 75 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયાં છે , વડોદરા મનપામાં 35 કેસ 105 કેસ નોંધાયા છે તેની સામે 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, આણંદમાં 23 કેસ 105 કેસ નોંધાયા છે તેની સામે 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાં છે.

સુરત મનપામાં 20 કેસ 105 કેસ નોંધાયા છે તેની સામે તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાં છે. ખેડામાં 12 કેસ 105 કેસ નોંધાયા છે તેની સામે તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, મહેસાણામાં 7 કેસ 105 કેસ નોંધાયા છે તેની સામે 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, રાજકોટમાં 7 કેસ 105 કેસ નોંધાયા છે તેની સામે 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, ગાંધીનગર મનપામાં 5 કેસ 105 કેસ નોંધાયા છે તેની સામે તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાં, કચ્છમાં 5 દર્દીઓ સારવાર હેઠળ છે. જામનગર મનપામાં 4 કેસ 105 કેસ નોંધાયા છે તેની સામે 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ભરૂચમાં 4 કેસ 105 કેસ નોંધાયા છે તેની સામે2 દર્દીને રજા અપાઈ છે. બનાસકાંઠામાં 2 કેસમાંથી એક દર્દી સારવાર હેઠળ છે. અમરેલીમાં 2 દર્દી સારવાર હેઠળ છે. વડોદરા – પોરબંદર અને જુનાગઢ મનપામાં 1-1-1 દર્દીને સારવાર બાદ રજા અપાઈ છે. જામનગર તથા અમદાવાદમાં 1-1 દર્દી સારવાર હેઠળ છે.

Most Popular

To Top