Vadodara

ભાજપના કોર્પોરેટર જાગૃતિ કાકા પંપીંગ સ્ટેશનની મુલાકાતે પણ કોઇ જવાબદાર અધિકારી જ નહિ

વડોદરા : શહેરના નવાપુરા વિસ્તારના રબારી વાસ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દુષિત અને ગંદુ પાણી આવી રહ્યું છે. તેના કારણે આ વિસ્તારના નાગરિકોને દૂષિત પાણી પીવાનો વારો આવી રહ્યો છે. દૂષિત પાણી પીવાના કારણે ઘેર ઘેર બીમારી નું ઘર બની ગયું છે. ભાજપના કોર્પોરેટર જાગૃતિ કાકા મોડી રાતે પંપીંગ સ્ટેશન ની મુલાકાત લીધી પરંતુ કોઈ જવાબદારી અધિકાર અધિકારી સ્થળ પર હાજર ન હતા. કોંગ્રેસના કોર્પોરેટર બાળું સુર્વે એ નવા પમ્પીગ સ્ટેશન બનાવવાની મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી. વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાત કરે છે પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ અધિકારીઓ, સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. નાગરિકોને પ્રાથમિક સુવિધા રોડ ,રસ્તા અને પાણી પાલિકા આપી શકતી નથી. શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દૂષિત પાણી શહેરના નાગરિકો પીવા નો વારો આવી રહ્યા છે અને વેરો ભરવા છતાં પણ વેરાનું વળતર નાગરિકોને મળતું નથી.

અધિકારીઓની લાલીયાવાડી અંગે જિલ્લા કલેકટરને ઉગ્ર રજૂઆત

જાગૃતીબેન કાકાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં દુષિત પાણીની ફરિયાદો મળી હતી જેના કારણે મોડી રાત્રે પમ્પીગ સ્ટેશનની મુલાકાત લીધી પરંતુ કોઈ જવાબદાર અધિકારી ત્યાં મળ્યા ન હતા જેથી મ્યુનિસિપલ શાલિની અગ્રવાલ રજૂઆત કરી હતી. પાણી પુરવઠાના અધિકારીઓને સ્થળ પર મુલાકાતની સૂચના અપાઇ હતી.

ઘણા લાંબા સમયથી ગંદુ અને જીવડાવાળુ પાણી આવે છે 

કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સૂર્વે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી વિસ્તારમાં દૂષિત ગંદુ અને જીવડા વાળું પાણી આવી રહ્યું છે.પાલિકા માં રજુઆત કરીએ ત્યારે કામગીરી કરવામાં આવે છે ત્યારે પાણી ચોખ્ખું આવે છે પછી પાણી દુષિત આવવાનો શરૂઆત થઈ જાય છે. છેલ્લા કેટલાક વખતથી મહાનગરપાલિકામાં પમ્પીગ સ્ટેશન નવું બનાવવા ની રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top