છેલ્લા બે એક દિવસ થી અનેક પ્રકારના પ્રચાર માધ્યમો આપણા વડાપ્રધાનની, પેટ્રોલ,ડીઝલ જેવા ઈંધણ ના બીનજરૂરી ઉપયોગ બાબતે દેશ ને સતૅક કર્યો છે.આ માટે જાહેર વાહનોનો ઉપયોગ ,વકૅ ફ્રોમ હોમ, ભણતાં બાળકો ને કોરોના સમય ની જેમ ઈ લેશન વગેરે ની સલાહ આપી છે. પણ આ વાત ના કલાકો બાદ વડોદરા માં રોડ શો કીધો. મહાનુભાવોના આવા કેટલાક કલાકના કાયૅક્રમ પાછળ સરકારી તંત્રના અનેક કર્મચારીઓની અઠવાડિયાઓની દોડધામ હોય છે.
આપણાં શહેરમાં લગભગ દર અઠવાડિયે અનેક પ્રધાનોના કાફલા નાનાઅમથા કારણે ઉતરી પડે છે. લોકો એમના આવન જાવનના મૉગે અડફેટે ચઢી રસ્તા રોકાણને કારણે પોતાના ઈંધણનો ધુમાડો કરે છે. આવા કાર્યક્રમો તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ અન્ય સૂચનમાં, સોનું ખરીદવાનું બંધ કરવું એટલે આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો પરિવારના રોજગાર બંધ? હવે કમરતોડ ભાવવધારા માટે તૈયાર રહેવાનો ઈશારો છે.
સુરત – ભુપેન્દ્ર રાયજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મનનું મૌન
મનુષ્યની વાણી દ્વારા પળાતું મૌન એ બાહ્ય જગત ઉપર શાંતિનો રંગ પ્રસરાવે છે. જયારે મનુષ્યના મનમાં ચાલતાં નકારાત્મક અસ્તવ્યસ્ત વિચારો મનની શાંતિનો ભંગ કરે છે. બાહ્ય જગતમાં ઘટતી પ્રત્યેક ક્રિયા ઉપર તત્કાળ પ્રતિક્રિયા, ટીકા કે અભિપ્રાય આપવાની માનવીની લત જ તેની શાંતિનું હનન કરે છે. પરંતુ,જો વાણીની જેમ વિચારોના વમળ ઉપર નિયંત્રણ થાય તો મૌનનો મહિમા સમજાય.
સુરત – દિપ્તી ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.