Charchapatra

હોર્મુઝ ખાડી યુધ્ધ પરત્વે ભારતનું ભેદી મૌન

હોર્મુઝ ખાડી યુધ્ધને કારણે દેશ એક ગંભીર આર્થિક વિટંબણાનો સામનો કરવા જઈ રહ્યો છે. આયાતી માલના પુરવઠામાં વિક્ષોભ ઉપરાંત આયાતી ક્રૂડ પર આપણી વધુ પડતી નિર્ભરતાને કારણે મોંઘવારી બેકાબૂ થઈ શકે છે – જેને કારણે પ્રજા પર આર્થિક બોજ ઉપરાંત સરકારની ઘણીબધી નાણાકીય ગણતરીઓ ઊંધીચતી થઈ શકે એમ છે. ખાડી ક્ષેત્રમાં આપણા ૯૦ લાખ જેટલા પ્રવાસી કામદારો કાર્યરત છે. જો આ યુધ્ધ લંબાય અથવા વિસ્તરે તો તેમની રોજગારી અને તેમનાં ધ્વારા ભારત મોકલવામાં આવતા remittances પર વિપરીત અસર પડી શકે એમ છે.

સમાચારો મુજબ યુધ્ધને કારણે હોર્મુઝ ક્ષેત્રમાં જુદા જુદા જહાજો પર ૨૦ હજાર જેટલાં સાગરખેડૂ અટવાયેલા છે જેમાં મોટા ભાગનાં ભારતનાં છે  અને ખાસ તો, ભારત એક ઉભરતી વૈશ્વિક શક્તિ છે એવું આપણી નેતાગીરી ગાઈ બજાવીને કહેતી રહે છે. પરંતુ જ્યારે આપણી નજીકનાં વિસ્તારમાં કોઈ યુધ્ધ લડાતું હોય અને તેની ગંભીર આર્થિક તેમજ અન્ય અસર આપણા પર પડતી હોય ત્યારે પણ આપણે મૌન ધરીને બેસી રહીએ તો એ સ્થિતિ કોઈ ભેદભરમનો નિર્દેશ કરે છે, નહીં કે વ્યૂહાત્મકતા.
નવસારી – કમલેશ આર મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top