Top News

બંગાળમાં ભાજપ જીતશે તો સરકારી કર્મચારીઓને આ લાભ મળશે- અમિત શાહ

પ.બાગંળમાં (West Bengal) રાજકીય ગરમા ગરમીનો માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો અહીં હવે બંને પાર્ટીઓએ સામ,દામ, દંડ ભેદની નીતિ અપાનાવી છે. કાર્યકરો એકબીજો પર હુમલો કરવા સુધી આવી ગયા છે. બે દિવસીય બંગાળની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) આજે કોલકાતાના પડોશી દક્ષિણ 24 પરગણા જિલ્લામાં વડા પ્રધાન રાજકીય લડતમાં જોવા મળશે, કારણ કે તેમની અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamta Banerjee ) રેલીઓ ફક્ત કેટલાક કિલોમીટર જ દૂર હશે. મમતા બેનર્જી અને અમિત શાહ એક જ જિલ્લામાં બપોરે એક જ સમયે રેલીઓ યોજી હતી..

અમિત શાહે પોતાની રેલીમાં કહ્યુ છે કે જો ચૂંટણીમાં ભાજપ જીતશે તો દરેક સરકારી કર્ણચારીને સાતમા પગારપંચનો લાભ મળશે. આ સિવાય તેમણે કહ્યુ કે સરકારી નોકરીઓમાં 33% મહિલાઓ માટે અનામત રખાશે. જણાવી દઇએ કે ચૂંટણી પૂર્વે અહીં હિસાના બનાવો પણ વધી ગયા છે.પશ્ચિમ બંગાળ સરકારના પ્રધાન ઝાકિર હુસેન પર બુધવારે મોડી રાત્રે બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઝાકિર હુસેન અને અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ હાલમાં બધાને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને મળવા માટે બંગાળના CM મમતા બેનર્જી (CM Mamta Banerjee) પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બુધવારે સમાચાર આવ્યા છે કે કોલકાતામાં બંગાળી અભિનેતા યશ દાસગુપ્તાને (Yash Dasgupta) ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, આગામી કેટલાક મહિનાઓમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ યોજાવાની છે. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં 42 માંથી 18 બેઠકો પર શાનદાર જીત બાદ ભારતીય જનતા પાર્ટી ત્યાં તકની શોધમાં છે. આ જ કારણ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાથી માંડીને ગૃહ પ્રધાનથી અમિત શાહ સતત પ.બંગાળમાં પ્રચારમાં વ્યસ્ત છે. આ ઉપરાંત પક્ષ વતી સતત ચૂંટણીઓ માટે રાજકીય વ્યૂહરચના બનાવીને ઝુંબેશ જોરશોરથી ચલાવવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) મોહન ભાગવત (Mohan Bhagwat) પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના (West Bengal Assembly Elections) માહોલ વચ્ચે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને (Mithun Chakraborty) મળ્યા છે. બંને વચ્ચે આ બેઠક મુંબઇમાં થઈ હતી. RSSના વડા મોહન ભાગવત જાતે મંગળવારે સવારે મુંબઈમાં મિથુન ચક્રવર્તીના ઘરે પહોંચ્યા હતા. અમિત શહે થોડા દિવસો પહેલા સ્પષ્ટતા કરી હતી કે જો ભાજપ બંગાળમાં જીતશે તો અહીં મુખ્યમંત્રી બનનાર બંગાળનો જ હશે. અત્યાર સુધી BCCIના પ્રમુખ અને ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી (Sourav Ganguly) વિશે રાજકીય અટકળો ચાલી રહી છે, પરંતુ તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારથી આ અટકળો બંધ થઇ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top