National

મધ્યપ્રદેશ: ચાલુ બસે ડ્રાઇવરને આવ્યો હાર્ટ એટેક, ટ્રાફિકમાં ઊભા વાહનોને એક પછી એક કચડી નાખ્યા

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (madhyapradesh) જબલપુરમાં (Jablpur) એક મોટો અકસ્માત થયો હતો. ચાલુ બસમાં (Bus) બસના ડ્રાઈવરને (Driver) હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો. જેના કારણે બસ બેકાબૂ બની ગઈ હતી. બસ બેકાબૂ બની ટ્રાફિક સિગ્નલ (Traffic Signal) પાસે ઊભેલા અન્ય વાહનોને કચડી આગળ વધી હતી. આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવરનું બસમાં જ મૃત્યુ થયું હતું. ત્યારે અકસ્માતમાં (Accident) ઘાયલ એક વૃદ્ધનું મૃત્યુ (Death) થયું છે. આ સિવાય બે બાળકો સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. આ દૂર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

ડ્રાઈવર તેની સીટ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. પોલીસે જણાવ્યું કે બસ આધારતલથી રાનીતાલ જવા રવાના થઈ હતી. બસ દમોહ નાકા પાસે પહોંચી હતી અને અચાનક જ આ અકસ્માત થયો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે માહિતી મળતાં જ તેઓ પહોંચી ગયા હતા પરંતુ તેમને ડ્રાઈવર મૃત હાલતમાં મળી આવ્યા હતો. ત્યાર બાદ અકસ્માતમાં ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે એક બસ ઘણા લોકોને કચડીને આગળ વધી રહી છે. સદનસીબે, બસ આગળ ફૂટપાથ પર અથડાયા પછી અટકી જાય છે.

હિમાચલ પ્રદેશમાં પણ એક ઘટના
આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી, આ પહેલા હિમાચલ પ્રદેશમાં પણ એક ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. ઉના જિલ્લાના બાધર ગામમાં કાર ચાલકને હાર્ટ એટેક આવતા અકસ્માત થયો હતો. જેમાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ બધા કારમાં પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા હતા પરંતુ બધર ગામ પહોંચતા જ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો અને તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો, જેમાં કાર પલટી ગઈ અને તમામ મુસાફરો ઘાયલ થયા. તેમના જણાવ્યા અનુસાર ઘાયલોમાં મદનલાલ, કૃષ્ણા, માયા દેવી, ઉર્મિલા દેવી, પ્રવીણ કુમારી, સાક્ષી, સિમરન, પ્રભજોત, ગુરબચની દેવી, પ્રોમિલા દેવી અને ડ્રાઈવર અશોક કુમારનો સમાવેશ થાય છે. ઉના પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top