Health

શું તમે તમારા ગુસ્સાને રોકી રાખો છો? તો આપી રહ્યા છો અનેક બિમારીઓને આમંત્રણ

અતિશય ગુસ્સો શરીર માટે અનેક સમસ્યાનું કારણ બની શકે છે. ઘણા લોકો ગુસ્સો આવે ત્યારે દાંત કચકચાવીને રોકી રાખતા હોય છે પરંતુ આ પક્રિયા એનાથી પણ વધુ ખતરનાક નિવડી શકે છે. આ સાથે જ્યારે શરીરમાં રક્તભ્રમણની ગતિ વધી જાય અને એ દરમ્યાન ગુસ્સાને જો બહાર કાઢવામાં ન આવે તો આ થાય છે ગેરફાયદાઓ..

ત્વચાને નુકસાન
કોઈ પણ પ્રકારની નેગેટિવ લાગણીનો ઓવર ડોઝ થાય એટલે એની સીધી અસર શરીરની હોમોર્ન સિસ્ટમ પર પડે છે. આને કારણે સૌથી પહેલી અસર ત્વચાને થાય છે. સ્કિન ડલ પડે છે અને હોમોર્નલ ચેન્જિસને કારણે ખીલનું પ્રમાણ વધે છે. ત્વચામાંનું મોઇર ઘટતાં ડ્રાય અને ચમકહીન બને છે.

ગરદનનો દુખાવો
ગુસ્સો દબાવવાને કારણે મગજ, ગળા અને ખભાની આસપાસના સ્નાયુઓ તણાય છે. તાણગ્રસ્ત સ્થિતિમાં લાંબો સમય રહેવાને કારણે એમાં દુખાવો અથવા સ્ટિફનેસ ઊભી થાય છે

બ્લડપ્રેશર અને હાર્ટએટેક
જ્યારે આપણે ક્રોધ અનુભવીએ ત્યારે શરીર લગભગ થરથર કાંપતું હોય છે. એ સમયે બ્લડપ્રેશર વધી જાય છે. જો ગુસ્સો ઠાલવી ન નાખીએ તો લાંબો સમય સુધી ગુસ્સાની લાગણીને કારણે શરીરની રક્તભ્રમણની વ્યવસ્થા ખોરવાય છે, જેને કારણે બ્લડપ્રેશરની તકલીફમાં વધારો થાય છે. ગુસ્સો અને સ્ટ્રેસ એ બે બાબતોની સીધી અસર લોહીના ભ્રમણ અને હૃદયની કામગીરી પર પડે છે. ગુસ્સાવાળા લોકોમાં અચાનક જ બીપી શૂટ-અપ થતું હોવાને કારણે હાઈ બ્લડપ્રેશર થઈ જતાં હાર્ટએટેક આવવાનું રિસ્ક વધી જાય છે.

માથાનો દુખાવો
ખૂબ જ ઉગ્ર લાગણીઓને કારણે રક્તવાહિનીઓમાં જોરથી લોહીનું પરિભ્રમણ થાય છે જેને કારણે મગજમાં પણ લોહીના પરિભ્રમણ પર અસર થાય છે. ગુસ્સાને કારણે માથાના ટેમ્પોરલ એટલે કે કપાળની બેઉ બાજુના ભાગમાં દુખાવાનું પ્રમાણ વધે છે. અને માઇગ્રેનની તકલીફ વધે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top