Dakshin Gujarat

નવસારી-વલસાડ જિલ્લામાં આચારસંહિતા લાગુ, રાજકીય બેનરો કાઢ્યા

રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી (Election Commission) જાહેર કરતા જ નવસારી-વલસાડ (Navsari-Valsad) જિલ્લામાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેથી નવસારી-વલસાડ-વાપી જિલ્લામાં લાગેલા રાજકીય બેનરો ઉતારી દેવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં આચાર સંહિતાનો ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લાના નોડલ અધિકારી અને તાલુકા પ્રમાણે નોડલ અધિકારી, મદદનીશ નોડલ અધિકારીઓની (Nodal Officer) નિમણુંક કરી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે 2 માર્ચે મત ગણતરી યોજાશે. વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે, જ્યારે વલસાડ, પારડી, વાપી, કપરાડા ઉમરગામમ તાલુકા પંચાયતોમાંમાં ભાજપની સત્તા બે કે તેથી વધુ ટર્મથી છે. જ્યારે જિલ્લામાં માત્ર ધરમપુર તાલુકામાં કોંગ્રેસ સત્તા ઉપર છે. જિલ્લામાં સાંસદ અને વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામમાં ભાજપના ધારાસભ્યો છે, જ્યારે થોડા સમય અગાઉ જ કપરાડા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય પણ ભાજપમાં આવી વિજેતા બનતા હવે જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભાજપના ધારાસભ્યો છે. જોકે બેઠકોના પ્રકારમાં ફેરફાર થતાં જિલ્લા અને તાલુકા ભાજપ કે પછી કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો અન્ય બેઠકો ઉપર થી ચૂંટણી લડવા નજર દોડાવી રહ્યા છે, અને પોતાના ગોડ ફાધર થકી ટિકિટ મેળવવા લોબીંગ ચલાવી રહ્યા છે.

  • વિગત તારીખ
  • જાહેરનામું પ્રસિધ્ધ થશે ૮-૨-૨૦૨૧
  • ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૩-૨-૨૦૨૧
  • ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૫-૨-૨૦૨૧
  • ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૬-૨-૨૦૨૧
  • મતદાન ૨૮-૨-૨૦૨૧
  • મતગણતરી ૨-૩-૨૦૨૧
  • કેટલી બેઠકો પર ચૂંટણી
  • પંચાયત બેઠક
  • વલસાડ જિલ્લા પંચાયત ૩૮
  • વલસાડ તાલુકા પંચાયત ૩૨
  • પારડી તાલુકા પંચાયત ૨૨
  • કપરાડા તાલુકા પંચાયત ૩૦
  • ધરમપુર તાલુકા પંચાયત ૨૪
  • વાપી તાલુકા પંચાયત ૨૦
  • ઉમરગામ તાલુકા પંચાયત ૩૦

બધા જ તાલુકામાં ફરીને ઉમેદવાર નક્કી કર્યા છે

વલસાડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને માજી સાંસદ કિશનભાઇ પટેલને દક્ષિણ ઝોનના પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે વ્યારાના ધારાસભ્ય પુનાભાઇ ગાંવિત પણ પ્રભારી છે. કિશનભાઇએ જણાવ્યું કે, વલસાડ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે મોટાભાગના ઉમેદવારો નક્કી કરી લેવામાં આવ્યા છે. બધા તાલુકામાં ફરીને લોકો કહે તે પ્રકારે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. જે જગ્યાએ ઉમેદવાર મેળવવા મુશ્કેલ છે તેની હાલ કવાયત ચાલી રહી છે.

પાર્ટી માટે કામ કરનારાને અગ્રીમતા રહેશે

વલસાડ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તેમજ વાપી તાલુકાના ત્રણ નિરીક્ષક પૈકી એક એવા વાપી પાલિકાના પૂર્વ પ્રમુખ હાર્દિકભાઇ શાહને ચૂંટણીમાં ઉમેદવાર અંગે પૂછતા તેમણે કહયું કે ૨૬,૨૭ અને ૨૮ જાન્યુઆરી સુધીમાં જિલ્લા કક્ષાએ સંભવિત ઉમેદવારોને સાંભળીને તેમની માહિતી સાથે યાદી તૈયાર કરાશે. ત્યાર બાદ પ્રદેશ કક્ષાથી નિરીક્ષકો ૨૯,૩૦ અને ૩૧ જાન્યુઆરીએ ઉમેદવારી માટેના દાવેદારોને સાંભળીને ત્યાર બાદ અંતિમ નિર્ણય લેશે. જોકે આ વખતે પસંદગી માટે પાર્ટીએ જે માપદંડ તેમજ કાર્યપધ્ધતિ અપનાવી છે તે જોતા સારા ઉમેદવારોને આ ચૂંટણીમાં વધુ તક મળશે. નવા યુવા ચહેરાઓને પણ પસંદગીમાં સ્થાન મળે તેવી સંભાવના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top