SURAT

અજાણી મહિલા સામે વિડીયો કોલમાં નગ્ન થવાના ચક્કરમાં 3.64 લાખ ગુમાવ્યા

સુરતઃ ડિંડોલી (Dindoli) ખાતે રહેતા અને ન્યુ બોમ્બે માર્કેટમાં (New Bombay Market) કાપડનો વેપાર (Textile Trade) કરતા યુવકે અજાણી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ (Friend Request) સ્વીકારી બાદમાં વિડીયો કોલ પર નગ્ન થવાના ચક્કરમાં હનીટ્રેપનો શિકાર થયો હતો. આ યુવતી સહિતની ટોળકીએ વેપારી પાસેથી 3.64 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.ડિંડોલી ખરવાસા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અને ન્યુ બોમ્બે માર્કેટમાં કાપડનો વેપાર કરતા 34 વર્ષીય યુવકે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 12 સપ્ટેમ્બરના રોજ તેને વોટ્સએપ પર પ્રિયંકા શર્મા નામની મહિલાનો મેસેજ આવ્યો હતો. આ મહિલાની વાતોની જાળમાં વેપારી ફસાઈ ગયો હતો.

મહિલાએ તેને બિભત્સ ફોટો મોકલી તેને વિડીયો કોલ કરવા કહ્યું હતું
દરમિયાન મહિલાએ તેને બિભત્સ ફોટો મોકલી તેને વિડીયો કોલ કરવા કહ્યું હતું. વેપારીએ વિડીયો કોલ કરતા મહિલાએ પોતોના કપડા ઉતારી યુવકને પણ કપડા ઉતારવાનું કહેતા યુવક પણ નગ્ન થયો હતો. બાદમાં મહિલાએ ફોન કટ કરી નાખ્યો હતો. અને થોડીવારમાં યુવકને તેનો રેકોર્ડ કરેલો નગ્ન વિડીયો મોકલી આપી વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. વેપારી પાસે પૈસા ન હોવાથી રૂપિયા આપવા ના પાડતા તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેને પોતાની ઓળખ સાયબર ક્રાઈમ પોલીસમાંથી વિક્રમ રાઠોડ તરીકે આપી હતી.

વેપારીને તેનો નગ્ન વિડીયો સાયબર ક્રાઈમ પાસે આવ્યો
અને વેપારીને તેનો નગ્ન વિડીયો સાયબર ક્રાઈમ પાસે આવ્યો છે. જેથી તે એક યુટ્યુબ કંપનીના અધિકારીનો ફોન આવશે એટલે વિડીયો ડિલિટ કરાવી દે તેવું કહ્યું હતું. થોડીવાર પછી તેને યુ-ટ્યુબ કંપનીના ઓફીસર તરીકે ઓળખ આફી રાહુલ શર્માએ ફોન કરીને વિડીયો ડિલીટ કરવા માટે 21,520 રૂપિયા માંગણી કરી હતી. નહીતર આ વિડીયો સોસિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. ગભરાઈને વેપારીએ ટુકડે ટુકડે અલગ અલગ સમયે આ લોકોને 3.64 લાખ રૂપિયા આપ્યા હતા. અંતે પોલીસમાં ફરિયાદ કરતા ડિંડોલી પોલીસે પ્રિયંકા શર્મા નામની વોટ્સએપથી વિડીયો કોલ કરનાર અજાણી મહિલા, વિક્રમ રાઠોડ નામથી પોલીસની ઓળખ આપી ધમકી આપનાર અને યુ-ટ્યુબ કંપનીના ઓફીસર રાહુલ શર્મા તરીકે ઓળખ આપનાર અજાણ્યા સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top